તમિલનાડુમાં પક્ષની બેઠક બાદ શશિકલા મુખ્યમંત્રી બને તેવી અટકળો

ચેન્નાઇ : તમિલનાડુમાં ટુંકમાં જ મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકે છે. રાજ્યમાં સત્તારૂઢ એઆઇડીએમકેવાળી સરકારની અંદર ઝડપી સમીકરણ બદલાઇ રહેલા જોઇ શખાય છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે અન્નાદ્રમુકનાં મહાસચિવ વી.કે શશિકલા ટુંકમાં જ મુખ્યમંત્રીની ખુર્શી સંભાળી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આઇએડીએમકેનાં મહાસચિવ વી.કે શશિકલા ટુંકમાં જ મુખ્યમંત્રીની ખુર્સી સંભાળી શકે છે.

રિપોર્ટ અનુસાર તમિલનાડુમાં મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમની જગ્યા હવે નવા મુખ્યમંત્રી શશિકલાને બનાવવામાં આવશે. રવિવારે અન્નાદ્રમુકના ધારાસભ્યોની એક બેઠક પણ બોલાવવામાં આવી છે. આ બેઠકનાં કારણે નેતૃત્વ પરિવર્તનની અટકળોમાં વધી ગઇ છે. કહેવામાં રહ્યું છે કે 8 અથવા 9 ફેબ્રુઆરીએ શશિકલાની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ શકે છે.

સમાચારો અનુસાર રાજ્યોનાં ત્રણ સીનિયર બ્યૂરોક્રેટ્સ પાસેથી શુક્રવારે રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. જણાવાઇ રહ્યું છે કે જે લોકો પાસેથી રાજીનામું માગવામાં આવ્યુ છે તેમાં રાજ્યનાં મુખ્ય સલાહકાર બાલાકૃષ્ણન પણ છે, જેને જયલલિતાનાં સૌથી વધારે ભરોસાપાત્ર ગણાવવામાં આવે છે.

You might also like