પેટ્રોલિંગ જહાજ ‘સારથિ’ કોસ્ટ ગાર્ડના બેડામાં સામેલ

નવી દિલ્હી: દેશના પશ્ચિમી સમુદ્રની સુરક્ષા મજબૂત કરવાની દિશામાં સરકારના પ્રયાસો માટે આજનો દિવસ ઘણો મહત્ત્વનો રહ્યો છે. કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ ‘સારથિ’ તટ રક્ષક દળના બેડામાં આજે સામેલ થયું હતું. ગોવા શિપયાર્ડમાં આજે સવારે ‘સારથિ’ના લોન્ચિંગ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ હાજર રહ્યા હતા.

મુંબઈના ૨૬/૧૧ના આતંકી હુમલા બાદ સમુદ્રની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ‘સારથિ’ની તહેનાતીને પગલે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને કેરળમાં સુરક્ષાની ચિંતામાં ઘટાડો થશે.

‘સારથિ’ની વિશિષ્ટતાઓઃ
– ‘સારથિ’ બોફોર્સ તોપથી સજ્જ છે અને સમુદ્રમાં ભારતની સુરક્ષા તેના કારણે વધુ મજબૂત બનશે.
– ‘સારથિ’નું નિર્માણ સ્વદેશી ધોરણે થયું છે અને સરકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને ઉત્તેજન આપવાની દિશામાં આ એક મોટી સફળતા છે.
– ‘સારથિ’ની લંબાઈ ૧૦૫ મીટર છે તે નેવિગેશન અને કોમ્યુનિકેશનનાં સૌથી આધુનિક ઉપકરણો અને સેન્સરથી સજ્જ છે. તે બે એન્જિન ધરાવતું લાઈટ હેલિકોપ્ટર અને પાંચ હાઈસ્પીડ બોલ લઈને ચાલી શકે છે.
– ‘સારથિ’ની તહેનાતીથી તટિય વિસ્તારોની સુરક્ષા કરવામાં, બચાવ અભિયાન હાથ ધરવામાં અને સ્મગ્લિંગ રોકવાની કામગીરીમાં કોસ્ટ ગાર્ડની ક્ષમતાને વધારશે.

You might also like