પાક અને ભારત વચ્ચે યોજાશે સચિવ સ્તરની બેઠક : અજીજ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાનનાં વિદેશી મુદ્દાનાં સલાહકાર સરતાર અઝીઝે કહ્યું કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે સચિવ સ્તરની મંત્રણા જાન્યુઆરીમાં યોજાશે. અજીજે શુક્રવારે સંસદમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન ફરીથી ચાલુ થયેલી દ્વિપક્ષીય મંત્રણામાં કાશ્મીરનાં મુદ્દાને પણ સમાવશે. સમાચાર પત્ર ધ નેશનનાં રિપોર્ટ અનુસાર આ જાહેરાત પાકિસ્તાન દ્વારા પઠાણકોટ વાયુસેના હવાઇ મથક પર થયેલા આતંકવાદી હૂમલાની તપાસ ચાલુ કરવામાં આવ્યા પછી કરવામાં આવી છે.
ભારતે પાકિસ્તાનની સાથે વિદેશ સચિવ સ્તરની મંત્રણા ટાળવાની ચિમકી ઉચ્ચારી હતી, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી કરતું. જો કે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ભારત દ્વારા સોંપાયેલા પુરાવાઓ પર તપાસ કરવા માટેનાં આદેશ આપી દીધા છે.

You might also like