રૂ.૧૦ હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયો

અમદાવાદ, સોમવાર
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામનો સરપંચ રૂ.૧૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ જતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના સરપંચ જયેશ હળપતિએ તળાવ ઊંડુ ઊતારવાનું કામ કરી રહેલ કોન્ટ્રાકટર પાસે રૂ.૧૦ હજારની લાંચની માંગણી કરી હતી.

તળાવ ઊંડું કરવાની યોજના અંતર્ગત જળસંચયના કામોની સત્તા ગ્રામ પંચાયતના સરપંચના હાથમાં હોવાથી તેણે લાંચની માંગણી કરી હતી આ અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી ઉપરોક્ત સરપંચને લાંચની રકમ લેતા આબાદ ઝડપી લીધો હતો.

You might also like