સરપંચે લાજ કાઢેલી હાલતમાં કર્યું ભુમિપૂજન : મંત્રી પણ પડ્યા ભોઠા

ગ્લાલિયર : મધ્યપ્રદેશનાં મંત્રી યશોધરા રાજે સિંધિયાનાં એક કાર્યક્રમ પહેલા એક મહિલા સરપંચ ઘરેથી આવવા માટે તૈયાર નહોતા. કાર્યક્રમમાં પહોંચ્યા બાદ મહિલા સરપંચને પરાણે સ્ટેજ પર બોલાવાયા હતા જો કે તેને વારંવાર કહેવા છતા પણ તેમણે પોતાની લાજ હટાવવાની મનાઇ કરી હતી. જેથી કંટાળેપા મંત્રી યશોધરાએ લાજ કાઢેલી હાલતમાં જ રહેલા સરપંચ સાથે ભુમિપુજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિવપુરીનાં તિઘરી ગામમાં ગ્રામ સડક યોજના માટે ભુમિપૂજન રાખવામાં આવ્યું હતું.

પ્રોટોકેલ અનુસાર ગામનાં સરપંચે તેમાં હાજર રહેવું જરૂરી હતું. જો કે સરપંચના સ્થાને તેનાં પતિ હાજર રહ્યા હતા. જ્યારે આયોજનનાં નિર્ધારિત કાર્યક્રમમાં સરપંચનું નામ લોહા દેવી લખેલું હતું. મંત્રીએ જ્યારે સરપંચ અંગે પુછ્યું તો તેનાં પતિ સામે આવ્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા રાજેએ સરપંચને લાવવા માટે જણાવ્યું હતું. જેથી ગણત્રીનાં સમયમાં સરપંચને હાજર કરવામાં આવ્યા હતા. જો કે સરપંચે પહેલા આવવા ત્યાર બાદ સ્ટેજ પર આવવા અને ત્યાર બાદ લાજ હટાવવા બાબતે આનાકાની કરી હતી.

મંત્રીએ લોહા દેવીને ખુબ જ સમજાવ્યા હતા કે તેઓ હવે સરપંચ છે. સ્ટેજ પર લાજ હટાવવી જરૂરી છે. પરંતુ લોહાદેવી નહી માનતા અંતે મંત્રીએ લાજ કાઢેલી હાલતમાં જ લોહા દેવી સાથે કાર્યક્રમ ચાલુ કર્યો હતો. જેનાં પગલે થોડા સમય માટે ભારે ગુંચવાડાભરી પરિસ્થિતી સર્જાઇ હતી ત્યાર બાદ જ્યારે સમગ્ર કિસ્સાની લોકોની ખબર પડી હતી ત્યારે લોકો હસીને લોટપોટ થઇ ગયા હતા. અને ભુમિપુજનનું કામ લાજ કાઢેલી હાલતમાં જ પુરૂ કરવામાં આવ્યું હતું.

You might also like