કાનૂની વિવાદમાં ફસાઇ ‘સરકાર 3’, રિલીઝ પહેલા દેખાડવી પડશે ફિલ્મ

મુંબઇ: અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મ ‘સરકાર 3’ રિલીઝ થતાં પહેલા જ વિવાદોથી ઘેરાઇ ગઇ છે. બોમ્બે હાઇકોર્ટે રામગોપાલ વર્માને ફિલ્મને રિલીઝ કરતાં પહેલા સ્ક્રિપ્ટ રાઇટર નીલેશ ગિરકાર માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવાનો આદેશ આપ્યો છે.

હકીકતમાં બોમ્બે હાઇકોર્ટએ નીલેશ ગિરકરની એ અરજી પર સુનવણી બાદ આ નિર્ણય સંભળાયો જેમાં કેહવામાં આવ્યું કે રામ ગોપાલ વર્માએ નીલેશને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે રૂપિયા વધારે પણ આપ્યા નથી કે આભાર પણ વ્યક્ત કર્યો નથી.

નીલેશ ગિરકરના જણાવ્યા અનુસાર નિર્માતા નિર્દેશક રામગોપાલ વર્માએ એમને ફિલ્મ ‘સરકાર 3’ ની સ્ક્રિપ્ટ લખતી વખતે મોટા મોટા વાયદા કર્યા હતા. પરંતુ ફિલ્મ પૂરી થયા બાદ એ ફરી ગયા.

‘સરકાર 3’ કોપીરાઇટ ઉલ્લંઘન બાબતે ફસાઇ ગઇ. હાઇકોર્ટમાં 11 માર્ચે જજે રામ ગોપાલ વર્માને 6 લાખ 20 હજાર રૂપિયા કોર્ટમાં પેમેન્ટ સેટલમેન્ટ માટે જમા કરવાનું કહ્યું હતું.

હવે રામગોપાલ વર્મા નીલેશ માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખશે એમાં નીલેશને જાણવા મળશે કે એની સ્ક્રિપ્ટનો કેટલો ઉપયોગ થયો છે. આ સ્ક્રિનિંગ દરમિયાન કોર્ટે નીલેશને કોઇ પણ રેકોર્ડિંગ ડિવાઇસ લાવવા માટે ના પાડી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like