સીએમ ચાંડીને મેં ૧.૯૦ કરોડની લાંચ આપી હતીઃ સરિતા નાયર

તિરુવનંતપુરમ્: સોલર પાવર કૌભાંડનાં મુખ્ય આરોપી સરિતા એસ. નાયરે તપાસપંચ સમક્ષ રાજ્યના મુખ્ય પ્રધાન ઓમાન ચાંડી સામે લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. આ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સરિતા એસ. નાયરે રાજ્યમાં મોટા પાયે પાવર પ્રોજેક્ટ લગાવવા માટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડીને લાંચ પેટે રૂ. ૧.૯૦ કરોડ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં સરિતાએ રાજ્યના ઊર્જા પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અર્યાધન મોહમ્મદને પણ રૂ. ૪૦ લાખની લાંચ આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

પોતાના પર થઈ રહેલા આક્ષેપથી અકળાયેલા ઓમાન ચાંડીએ પોતાના બચાવમાં એવો પ્રશ્ન કર્યો હતો કે આ મહિલાએ ક્યા હેતુસર મને લાંચ આપી હતી? તેમને પૂછ્યું હતું કે શું આ મહિલાને રાજ્ય સરકાર દ્વારા કોઈ આર્થિક મદદ કરવામાં આ‍વી હતી કે પછી કોઈ એવી સુવિધા આપવામાં આવી હતી જેના કારણે લાંચ આપવી પડે? ચાંડીએ જણાવ્યું હતું કે સરિતા નાયર અને તેની ટીમને રાજ્ય સરકાર તરફથી એક પણ પૈસાની મદદ કરવામાં આવી ન હતી કે ન તો રાજ્ય સરકારે એક પણ પૈસાનું નુકસાન ભોગવવું પડ્યું છે.

ઓમાન ચાંડીએ જોકે એકરાર કર્યો હતો કે તેઓ ત્રણ વખત નાયરને મળ્યા હતા, પરંતુ તેની ધરપકડ થયા બાદ જ તેની નાણાકીય ગેરરીતિઓ અંગે તેમણે ખબર પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં મુખ્યપ્રધાન ઓમાન ચાંડીએ અદાલતી પંચ સમક્ષ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કરી દીધો છે અને આ ઘટનાના એક િદવસ બાદ સરિતા નાયરે ચાંડી સામે લાંચ લીધાનો આક્ષેપ કર્યો છે.

You might also like