PM મોદીએ જન્મદિવસ પ્રસંગે માં હીરાબેનનાં લીધા આશીર્વાદ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાનાં 67માં જન્મદિવસ તેઓ ફ્રી ગુજરાત પહોંચ્યા હતા. સૌથી પહેલા તેઓ ગાંધીનગર પહોંચ્યા અને પોતાનાં માં હિરાબાના આશિર્વાદ લીધા હતા. અહીં વડાપ્રધાનને મળવા માટે આસપાસનાં બાળકો પણ એકત્ર થયા હતા. તેમણે પણ મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાન મોદી પહેલા પણ પોતાનાં જન્મદિવસ પ્રસંગે માં સાથે મુલાકાત કરીને આશિર્વાદ લેતા હતા. આજે પણ તેઓ જન્મદિવસ પ્રસંગે તેઓએ આ પરંપરા નિભાવી હતી. હવે તેઓ સરદાર સરોવરને રાષ્ટ્રાર્પણ કરશે. સાથે સાથે બે રેલીઓને પણ સંબોધિત કરશે.

મોદી આજે જન્મદિવસે પોતાનાં પસંદગીનાં સરદાર સરોવર બંધ અને સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનેલા સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે. 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટીની પહેલ મોદીએ કરી હતી અને ઘણા સમયથી સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાનાં પક્ષમાં છે. આ બંધની ઉંચાઇ હાલમાં જ વધારીને 138.68 મીટર કરવામાં આવી છે.

You might also like