સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, લોકોએ ઉઠાવ્યો સેલ્ફીનો આનંદ

નર્મદાઃ કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને નર્મદા ડેમની 5 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમની જોવાની પ્રવાસીઓએ મજા માણી હતી.અનેક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સેલ્ફી પણ લીધી હતી. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં બની રહ્યું છે.

મહત્વનું છે કે આ સ્ટેચ્યુનું 85 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે અને જેનું કોન્ક્રીટકામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે. જેમાં લગભગ 68000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું છે અને 5700 મેટ્રિક ટન જાડા-પાતળા સળિયાઓ પણ વપરાયાં છે. હવે જેનાં પર શરીરનાં ઢાંચામાં ફ્રેમિંગ કરીને 1900 મેટ્રિક ટન કાંસાથી આ સ્ટેચ્યુ તૈયાર થઇ જશે.

આ પ્રોજેક્ટનું લોકાર્પણ 31 ઓક્ટોબરનાં રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે. આ સાથે જ ભારતમાં આવનાર દરેક વિદેશી લોકો સ્ટેચ્યુની મુલાકાત લેશે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જવા માટે લિફ્ટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.

You might also like