સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરે PM મોદીનાં હસ્તે લોકાર્પણ, VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ ગણાતાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”નું હવે આગામી 31 ઓક્ટોબરે લોકાર્પણ થઇ જવા રહ્યું છે. નર્મદાનાં કેવડિયાનાં સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રતિમાનું કામ હાલમાં 85 ટકા પૂર્ણ થઇ ગયું છે. આગામી 31 ઓક્ટોમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

બ્રોન્ઝ દ્વારા નિર્માણ પામનારી સરદાર પટેલની 182 મીટરની આ ઉંચી પ્રતિમા બ્રોન્ઝથી બની રહી છે અને આ બ્રોન્ઝમાં 90 ટકા જેટલું તાંબુ અને બાકીનું ઝીંક ધાતુ વપરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતાં જ મુખ્ય પુલનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે. મુખ્ય સ્ટેચ્યુ સિવાય અન્ય ભવનોનું પણ નિર્માણ કાર્ય પૂર્ણ થવાનાં આરે છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાત મુહૂર્ત 5 એપ્રિલ 1961નાં દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતનાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. જેથી સરદાર પટેલનાં સન્માનમાં રૂપિયા 2989 કરોડનાં ખર્ચે 182 મીટરની સરદારની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે.

આ સાથે જ સ્ટેચ્યુનાં 2000 મીટરમાં વનવિભાગ દ્વારા વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવી છે. જેમાં બારેમાસ ફૂલ આપતાં છોડ ઉગાડવામાં આવ્યાં છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

You might also like