સરબજીતનું નવું ગીત “મહેરબા” રિલીઝ

મુંબઇઃ પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતના જીવન પર આધારીત ફિલ્મ “સરબજીત”નું નવું ગીત મેહેરબા રિલીઝ થઇ ગયું છે. સરબજીતના ઓફિશ્યલ ટવિટર એકાઉન્ટ પર આ ગીતને શેર કરવામાં આવ્યું છે. આ ગીતમાં સરબજીતના પરિવારના સભ્યો તેના જેલમાંથી બહાર આવવાના સમાચારને પગલે ખુશીથી ઝૂમવા લાગે છે. તો બીજી તરફ રણવીરની પત્નીના કિરદારને નિભાવતી રિચા ચઢ્ઢા પોતાના પતિના આગમ પહેલા ખુશી મનાવતી જોવા મળી રહી છે. જ્યારે સરબજીતની બહેન દલબીર કોરનો કિરદાર નિભાવી રહેલી એશ્વર્યા રાય પોતાના ભાઇ માટે ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળે છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થવાની છે.

You might also like