નવી આવક વધતાં મહિનામાં સરસિયા તેલના ભાવ ડબે ૧૦૦ રૂપિયા તૂટ્યા

અમદાવાદ: એક બાજુ સિંગતેલના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે અને સિંગતેલના ભાવે ડબે ૧૮૦૦ રૂપિયા ક્રોસ કરી દીધો છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સરસિયાના તેલના ભાવમાં ડબે ૧૦૦ રૂપિયા તૂટ્યા છે.

સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરસવની નવી આવક આવવાની સાથે જ સરસિયાના તેલમાં પાછલા એક મહિનામાં ડબે ૧૦૦ રૂપિયા તૂટ્યા છે અને સ્થાનિક બજારમાં સરસિયા તેલનો ભાવ ડબે ૧૩૩૦થી ૧૩૫૦ની સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો છે, જોકે આ ઘટાડો બહુ લાંબો સમય સુધી રહે તેવી શક્યતા ખૂબ જ ઓછી હોવાનો મત બજારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

તેઓના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદને કારણે સરસવના પાકને નુકસાન થવાની ભીતિએ વાયદા બજારમાં સરસવની કિંમતમાં ઉછાળો નોંધાયો છે અને તેની અસર આગામી દિવસોમાં સરસિયાના હાજર બજારના તેલના ભાવમાં પણ જોવાઇ શકે છે.

You might also like