‘સાત સમંદર પાર…’ સૉન્ગ પર સારા અલી ખાનનો ડાન્સ VIRAL

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને તેમની પૂર્વ પત્ની અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન હાલમાં પોતાના ડેબ્યૂને લઇને સતત ચર્ચામાં છે. સારા ટૂંક સમયમાં ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળશે, ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યુ છે.

સારા અલી ખાન બોલિવૂડના સ્ટાર કિડ્સમાં પણ સામેલ છે. તે જ્યાં જાય છે ત્યાં બધાનું ધ્યાન તેના તરફ ખેંચી લે છે. હાલમાં જ ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલાની ભત્રીજી સૌદામિની મટ્ટુના વેડિંગ રિસેપ્શનમાં તે જ્યારે વ્હાઈટ અને સિલ્વર રંગની સાડીમાં પહોંચી તો બધા તેને જોતા જ રહી ગયાં.

 

સારાનો આ ડાન્સ વીડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે દિવ્યા ભારતીના સોંગ ‘સાત સમંદર પાર’ પર ડાન્સ કરી રહી છે. સારા ઉપરાંત આ વેડિંગ રિસેપ્શનમાં શ્વેતા બચ્ચન, કરણ જોહર, જયા બચ્ચન જેવા સ્ટાર્સ પણ ડાન્સ કર્યો હતો જેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.

 

She’s got em in her genes! Super fun #shwetabachchan

A post shared by Namrata Zakaria (@namratazakaria) on

 

You might also like