‘કેદારનાથ’થી ડેબ્યૂ કરનારી સારા અલી ખાને બોલિવુડને લઇને કહ્યું કંઇક આમ….

જે પરિવારનો મુખ્ય વ્યવસાય જ અભિનય હોય તેની દીકરીને પણ એક્ટિંગ ડીએનએમાં મળે છે, તેના અભિનયમાં કોઈ શંકા કરી જ ન શકાય. બોલિવૂડમાં ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કરનારી સારા અલી ખાન કહે છે કે બોલિવૂડમાં ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં, પરંતુ ટેલેન્ટની કદર થાય છે.

ઘણાં અભિનેતા-અભિનેત્રીઓ બોલિવૂડના આ કડવા સત્યનો શિકાર થઈ ચૂક્યાં છે, જે એકાદ ફિલ્મો બાદ ગુમનામીના અંધારામાં ગુમ થઈ જાય છે. આ જ કારણ છે કે સારાની માતા દીકરીનું કરિયર બનાવવામાં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી.

તે કરિયરની શરૂઆત જ મજબૂતાઈથી કરાવવા ઈચ્છે છે, સાથે-સાથે તે પુત્રીને ફિલ્મોની પસંદગી માટે પણ મદદ કરી રહી છે. આ જ કારણ છે કે સારા અભિષેક કપૂર જેવા ફિલ્મકારની ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કરી રહી છે. તેના ખાતામાં કરણ જોહરના ઘરમાં પ્રોડક્શનની ફિલ્મ ‘સિમ્બા’ પણ છે.

આ ફિલ્મો રિલીઝ નહીં થઈ હોવા છતાં પણ સારાના દરવાજે ફિલ્મકારોની લાઈન લાગે છે, પરંતુ માતાની છત્રછાયામાં તે દરેક પગલું સાવચેતીથી ભરી રહી છે.

સારાને અત્યાર સુધી દુનિયાની નજરોથી પણ છુપાવીને રાખવામાં આવી હતી. આ જ કારણ છે કે અત્યાર સુધી તેનો કોઈ ઈન્ટરવ્યૂ મીડિયામાં આવ્યો નથી. આ બધું એક ખાસ રણનીતિ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેથી સારા અને તેની ફિલ્મો અંગે લોકોની જિજ્ઞાસા જળવાઈ રહે. સારા પોતાનો પહેલો ઈન્ટરવ્યૂ કરણ જોહરને જ આપશે.

જે કરણ જોહરના હિટ ટીવી શો ‘કોફી વિથ કરન’માં ટેલિકાસ્ટ થશે. સારા પોતાના કરિયરને લઈ કોઈ પણ પ્રકારની ઉતાવળમાં નથી. તે કોણ પણ ફિલ્મ સમજી-વિચારીને સાઈન કરવા ઈચ્છે છે. •

You might also like