પંડિત શિવકુમાર શર્માએ સંતૂરવાદનથી ચાહકોનાં દિલ જીતી લીધાં

અમદાવાદ: અમદાવાદના કલારસિકો માટે સપ્તક સંગીત સમારોહની ચોથી સંધ્યા ખૂબ જ યાદગાર બની હતી. પ્રથમ ચરણમાં ફારુક લતીફ ખાન અને સરવર હુસેનનું સારંગીવાદન રજૂ થયું હતું. તે પછી રતનમોહન શર્માનું કંઠ્યગાન રજૂ થયું હતું અને અંતિમ ચરણમાં પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માની સંતૂરવાદનની પ્રસ્તુતિએ જોરદાર આકર્ષણ જમાવ્યું હતું.

સપ્તકમાં સૌપ્રથમ ફારુખ લતીફ ખાને સારંગીવાદન રજૂ કર્યું હતું. ત્યારબાદ તેમના ભત્રીજા સરવર હુસેન જુગલબંદીનું પણ સારંગીવાદન રજૂ થયું. તેમણે શ્રુતિવ‌િર્દનીની પ્રસ્તુતિ કરી હતી, જેમાં સરસ્વતી, દીપક અને ગાવતી રાગની છાયા જોવા મળી હતી. તે ખૂબ આકર્ષિત બની હતી. તેમની સાથે રામેન્દ્રસિંહ સોલંકીએ તબલાં પર અને અખિલેશ ગુંદેચાએ પખવાજ પર સંગત કરી હતી. ત્યારબાદ રતનમોહન શર્મા, જેઓ મેવાસી ઘરાનાના સુ‌િરલા ગાયક છે. સપ્તકમાં તેમણે રાગ ગોરખ કલ્યાણથી શરૂઆત કરી હતી. તેમણે આ રાગમાં ‘પ્રીત મોરી લાગે રે’ અને દ્રુત તીનતાલમાં “નેક કૃપા કર આઇએ”કૃતિ રજૂ કરતાં સુરમ્ય માહોલ સર્જાયો હતો.

અંંતમાં મશહૂર સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્મા દ્વારા સંતૂરવાદન પ્રસ્તુત થયું હતું. તેમણે સંતૂર પર ચંદ્રકૌંસ રાગ છેડ્યો હતો. આ રાગમાં તેમણે આલાપ, જોડ, ઝાલાની રજૂઆત કરી હતી. ત્યારબાદ પંડિતજીએ ઝપતાલ અને તીનતાલમાં નિબદ્ધ બંદિશની જોરદાર પ્રસ્તુતિ કરી હતી. પંડિત શિવકુમાર શર્માના સંતૂરવાદનને શ્રોતાઓએ મન ભરી માણ્યું હતું.

આજના કાર્યક્રમ
કદંબ સેન્ટર ફોર ડાન્સ : રૂપાંશી કશ્યપ-કથક, જોબી જોય-તબલાં, પ્રહર વ્યોરા-વોકલ, ભગીરથ ભટ્ટ-સિતાર, નવરાજ શાસ્ત્રી-સારંગી
પાર્થ સરકાર-ફ્લૂટ, બિમલ ભટ્ટાચાર્ય-તબલાં
અરનબ ચેટરજી-વોકલ, નકુલ મિશ્રા-તબલાં, સુધીર યાર્ડી-હાર્મોનિયમ, ઈકરામ ખાન-સારંગી
ઉસ્તાદ સુજાત ખાન-સિતાર, સપન અંજારિયા-તબલાં, અમિત ચોબે-તબલાં

You might also like