સપ્તકમાં રાજસ્થાની લોકસંગીતથી શ્રોતાઓ મન મૂકીને ઝૂમી ઊઠ્યા

સપ્તક સંગીત સમારોહના છઠ્ઠા દિવસે સૌપ્રથમ સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓએ સિતારવાદનની પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ પુણેના સાનિયા પાટણકરનું કંઠ્યગાન તેમજ અજરાડા ઘરાનાના તબલાવાદક પિતા-પુત્રે રંગત જમાવી હતી. શુક્રવારની રા‌િત્રના અંતિમ ચરણમાં જેસલમેરના ગ્રૂપ દ્વારા રાજસ્થાની લોકસંગીત પ્રસ્તુત કરાતાં શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા હતા.

સૌપ્રથમ સપ્તકમાં સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓનું સમૂહ સિતારવાદન રજૂ થયું. તેમણે સિતાર પર કર્ણાટકી રાગ કિરવાણી પ્રસ્તુત કર્યો. વિદ્યાર્થીઓ દ્વારા મધ્યલય, તીનતાલ અને દ્રુત તીનતાલમાં ગતની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. ધીરજ દાસે તબલાં પર અને સની શાહે હાર્મોનિયમ પર સંગત કરી હતી. ત્યારબાદ જયપુર-અતરૌલી ઘરાનાના કલાકાર સાનિયા પાટણકરનું કંઠ્યગાન રજૂ થયું, તેમાં કલ્યાણ થાટનો રાગ નંદ છેડ્યો હતો. આ રાગમાં વિલંબિત તીનતાલમાં “ઢૂંઢ બારે સૈંયા’ અને ડૉક્ટર દેશ અશ્વિની ભીડે દેશપાંડેનાં શિષ્યા સાનિયાએ “મોરે કરન દેવે બતિયા”ની ધારદાર પ્રસ્તુતિ કરી હતી. ગાયિકા સાનિયાના કંઠ્યગાનમાં પ્રવીણ શિંદેએ તબલાં પર અને રાજુ ગાંધર્વએ હાર્મોનિયમ પર સંગત કરી હતી. તે પછી અજરાડાના ઘરાનાની તબલાંવાદક પિતા-પુત્રની જોડીએ તબલાં રંગતની જમાવટ કરતાં સંગીતપ્રેમી ઝૂમી ઊઠ્યા હતા.

સપ્તકની સંગીત સંધ્યાના અંતિમ ચરણમાં પદ્મશ્રી પંડિત વિશ્વમોહન ભટ્ટનું વીણાવાદન રજૂ થયું. આ ચરણ બે ભાગમાં વહેંચાયું હતું. પ્રથમ ભાગમાં પંડિતજીએ મોહન વીણા પર રાગ બિહાગની સુંદર પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ રાજસ્થાની લોકસંગીતના જાણીતા માગ‌િણયાર કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતથી શ્રોતાઓને મોજ કરાવી દીધી હતી.

આજનો કાર્યક્રમ
કલા રામનાથ-વાયોલિન
અકરમ ખાન-તબલાં
પંડિત ઉમાકાંત ગુંદેચા-ધ્રુપદ
પંડિત રમાકાંત ગુંદેચા-ધ્રુપદ
અખિલેશ ગુંદેચા-પખવાજ
રાહુલ શર્મા-સંતૂર
ઉસ્તાદ ઝા‌િકર હુસેન-તબલાં

http://sambhaavnews.com/

You might also like