કૌશિકી ચક્રવર્તીનાં ગાયનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

અમદાવાદ: સપ્તકની અગિયારમી સ્વરરાત્રીએ સૌપ્રથમ શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર ડો.મોનિકા શાહનું ગાયન રજૂ થયું. તે પછી બનારસ ઘરાનાના યુવા કલાકાર શુભ મહારાજે તબલાં પર જમાવટ કરી અને ત્રીજા ચરણમાં મહિયર ઘરાનાનાં પંડિત કૃષ્ણમોહન ભટ્ટનું સિતાર વાદન તથા અંતમાં પટિયાલા ઘરાનાના પ્રખ્યાત કલાકાર કૌશિકી ચક્રવર્તીએ મધુર કંઠ્યગાન દ્વારા શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા.

સૌપ્રથમ અમદાવાદના શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર ડો મોનિકા શાહએ ગાયન પ્રસ્તુત કરીને તેમણે રાગ જોગમા બડા ખયાલમાં ‘રબ ગુણ ગા મોરે મનવા’રજૂ કરી અને મધ્ય લયના ત્રિતાલમાં ‘સાજન મોરે ઘર આયો જેવી રચના ગાઈને પ્રેક્ષકોને તૃપ્ત કરી દીધા. તબલાં પર જાજવલ્ય શુક્લ તથા હાર્મોનિયમ પર શિશિર ભટ્ટે સંગત કરી હતી ,બીજાં ચરણમાં બનારસ ઘરાનાના કલાકાર શુભ મહારાજે તીન તાલના સ્વતંત્ર વાદનમાં બનારસ શૈલીનાં પરંપરાગત તબલાં વાદનથી જમાવટ કરી. શુભ મહારાજે ઉઠાંન,ચલણ,ચાલા,પરણ અને નવહક્કમાં ડંકો વગાડ્યો અને તબલાં વાદનથી એમણે સવાઈ આડી અને ઝુલનાની પ્રસ્તુતિ કરી અને સારંગી પર અનિલ મિશ્રાએ સંગત કરી હતી.

સપ્તકના ત્રીજા ચરણમાં મહિયર ઘરાનાના પંડિત કૃષ્ણમોહન ભટ્ટે સિતાર પર રાગ ‘ચાંદની કેદાર’ છેડી,તેમણે રાગ ‘સહના કાનડા’ પેશ કર્યું. ને અંતમાં રાગ ભીમ પલાસી મધ્ય લય તીન તાલમાં પ્રસ્તુતિ કરી, વડોદરાના હિમાંશુ મહંતે તબલાં પર સાથ આપ્યો,અંતિમ ચરણમાં પટિયાલા ઘરાનાનાં કૌશિકી ચક્રવર્તીએ મધુર કંઠે રાગ જોગ પ્રસ્તુત કરીને એક તાલમાં બંદિશના બોલ હતા ‘પિહરવા કો બિરમાયે..’જેવી રચના ગાઈને તમામ પેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આજના કાર્યક્રમ
ઇર્શાદ ખાન-સૂરબહાર
પ્રતાપ આવડ -પખવાજ
મોહનલાલ મિશ્રા -સેમી કલાસિકલ ગાયન
ગોપાલ મિશ્રા -તબલાં
કંટાપ્રસાદ મિશ્રા-હાર્મોનિયમ
ઈકરામ ખાન-સારંગી
રોનુ મજુમદાર-ફ્લૂટ
પૃથ્વીરાજ મિશ્રા-તબલાં
પંડિત ઉલ્હાસ કશાલકર -ગાયન
રામદાસ પલસૂલે-તબલાં
મિલિન્દ કુલકર્ણી-હાર્મોનિયમ
http://sambhaavnews.com/

You might also like