પંડિત હરિપ્રસાદે વાંસળીથી કૃષ્ણપ્રિયા બાંસુરી રજૂ કરતાં શ્રોતાઓ ભાવવિભોર

અમદાવાદ: સપ્તક સંગીત સમારોહની દસમી રાત્રીએ શ્રોતાઓ વીણા, કંઠ્યગાન અને વાંસળીના સૂરમાં તરબોળ બન્યા હતા. પ્રથમ ચરણમાં દિલ્હીના સરસ્વતી રાજગોપાલે વિદ્યાની દેવી સરસ્વતીના દેવી વાઘ વીણાનું વાદન પ્રસ્તુત કર્યું હતું. તેમણે સૌપ્રથમ રાગ હંસધ્વનિ રજૂ કર્યો. આ રાગમાં અતિપ્રચલિત બંદિશ ‘વાતાપિ ગણપતિ ભજે’ની આકર્ષક પ્રસ્તુતિ કરી હતી. અંતમાં રાગ ઘનાશ્રીમાં તિલ્લાના ધ્રુતમાં રજૂ કર્યું હતું. મેવાતીના ઘરાનાના પંડિત સુમન ઘોષે કંઠ્યગાન રાગ બાગેશ્રીમાં એક તાલમાં ‘કોન ગત ભઈ’ અને ‘અપને ગરજ સે પકડલીની બૈયા’ રજૂ કર્યાં. તેમની સાથે તબલાં પર હિંડોલ મજુમદારે અને હાર્મોનિયમ પર સુધીર યારદીએ સંગત કરી હતી.

અંતિમ ચરણમાં મહિયર ઘરાનાના પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ વાંસળી પર રાગ ‘મારુ બિહાગ’ ઉપરાંત શાસ્ત્રીય સંગીતના અભિન્ન અંગ આલાપ, ખટકા, મુરલી, મીંડ, ઝાલા વગેરે મોહક પ્રસ્તુત કર્યા હતા. પંડિતજી સાથે વાંસળી પર શિષ્ય રાજેશ અને દીપક મહેતા તથા તબલાં પર શુભાંકર બેનરજી શોભતી સંગત કરી હતી.

આજના કાર્યક્રમ
મોનિકા શાહ-વોકલ
જાઝવલ્ય શુક્લ-તબલાં
શિશિર ભટ્ટ-હાર્મોનિયમ
શુભ મહારાજ-તબલાં સોલો
અનિલ મિશ્રા-સારંગી
પંડિત ક્રિષ્ણમોહન ભટ્ટ-સિતાર
હિમાંશુ મહંત-તબલાં
કૌશિકી ચક્રવર્તી-વોકલ
સત્ય‌િજત તલવાલકર-તબલાં
પરોમિતા મુખરજી-હાર્મોનિયમ
http://sambhaavnews.com/

You might also like