ભારતમાં દરેકને સ્વીકારી લેવાય છે: સની લિયોન

વર્ષ 2012માં જીસ્મ-2 ફિલ્મ સાથે બોલિવૂડમાં પોતાની કારકીર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી સની લિયોન એવું માને છે કે ભારત એક એવો દેશ છે જ્યાં તમામ વસ્તુ તેમજ તમામ લોકોનો સ્વીકાર કરી લેવાય છે. જેનું એક ઉદાહરણ હું પોતે પણ છું.

પાછલા વર્ષે અસહિષ્ણુતાનો મુદ્દો ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મી હસ્તીઓ દ્વારા અસહિષ્ણુતા પર કરવામાં આવેલી ટિપ્પણીએ તેમની પર અનેક સવાલો ઉભા કર્યા હતા. ‘જીસ્મ 2’, ‘રાગિની એમએમએસ2’ અને ‘હેટ સ્ટોરી 2’ જેવી ફિલ્મો કરનારી કેનેડાઇ મૂળની અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં તમે જે કંઇ પણ અનુભવો છો તેની રજૂઆત કરી શકો છો,
તેણે વધારેમાં કહ્યું હતું કે, લોકો તમામ બાબતોને સ્વીકારે છે તેનું એક ઉદાહરણ હું પોતે જ છું. જો હું અહીંયા રહી શકતી હોય તો તમે અંદાજ લગાવી શકો છો કે અહીંના લોકો કેટલા ખુલ્લા વિચારોવાળા હશે.

સનીને જ્યારે પુછવામાં આવ્યું કે તેને પોતાની સેક્સ સિમ્બોલવાળી ઓળખથી કોઇ વાંધો નથી ? તો તેણે હસતાં જવાબ આપ્યો કે, હું માત્ર હું જ છું. લોકો જેવી રીતે ઇચ્છે મને જોઇ શકે છે તેનાથી મને કોઇ વાંધો નથી.

You might also like