પ્રખ્યાત કોમેડિયન સંતા બંતાઅે ૧૮ વર્ષ જૂનાં નામ બદલ્યાં

જલંધર: મશહૂર કોમેડિયન સંતા બંતાઅે પોતાનું નામ બદલીને શુગલી જુગલી રાખવાની જાહેરાત કરી છે. વિતેલાં ૩૦થી વધુ વર્ષોમાં કોમેડી કરનાર સંતા બંતાઅે ૧૮ વર્ષ સુધી ચાલનારાં અા નામને અલવિદા કરી દીધું છે. તેમણે અા ફેંસલો તેમનાં નામ પર બની રહેલા અશ્લીલ જોક્સથી તંગ અાવીને લીધો છે. તેમનું કહેવું છે કે સંતા બંતાનું નામ લઈને લોકો તરફથી શીખ સમુદાયને ટાર્ગેટ કરીને તેમની મજાક કરવામાં અાવે છે. તેનાથી શીખ સમાજને દુઃખ પહોંચે છે. તેમની ભાવનાઅોને ઠેસ પહોંચે છે.

સંતા બંતાઅે કહ્યું કે કોઈપણ અશ્લીલ જોક વખતે લોકોના મગજમાં તેમનો ચહેરો અાવે છે. સંતા બંતા લાંબા સમયથી લોકોને હસાવવાનું કામ કરી રહ્યા છે. સંતાનું અસલી નામ ગુરપ્રીતસિંહ અને બંતાનું પ્રભપ્રીતસિંહ છે. અા બંને ભાઈઅો જલંધરમાં રહે છે. મોટાભાઈ સંતા અત્યારે પણ જલંધરમાં એક બેંકમાં કામ કરી રહ્યા છે. નાનાભાઈ પ્રભપ્રીત પોતાની પ્રોડક્શન કંપની ચલાવી રહ્યા છે.

સંતા બંતાઅે પોતાના કાર્યકાળમાં દૂરદર્શન પર લગભગ ૮૦૦ શો કર્યા છે. તેમણે દૂરદર્શન પર પોતાના ભાઈ સાથે ૧૯૮૮માં પહેલો પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ ૧૯૯૫માં તેમણે દૂરદર્શન પર રોનક મેળા, ૯ વર્ષના કાર્યક્રમ લારા લપ્પા કર્યો. સંતા બંતાઅે બેંકકોક, સિંગાપોર અને ટોરેન્ટોમાં પણ ઘણા સ્ટેજ શો કરીને લોકોને હસાવ્યા છે.

સંતા બંતાઅે ત્યારબાદ વર્ષ ૨૦૦૦માં પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી. જેમાં અેપિસોડ બનાવવાનું શરૂ કર્યું. એક અેપિસોડ જેનું નામ પહેલા જરા સોચો હતું. પોતાના ૧૦૪ અેપિસોડ પૂરા કર્યા છે. તેનું નામ બે વખત બદલવામાં અાવ્યું છે. સંતા બંતાનું કહેવું છે કે ૮૪ના રમખાણો દરમિયાન લોકોના મનમાં રહેલા ડરને દૂર કરવા માટે તેમને હસાવવા તેઅો સરકારી શો કરતા હતા. સરકાર તરફથી તેમણે પૂરી સુરક્ષા અાપવામાં અાવી છે. તેમનો દરેક શો જાગૃતિ અને માનવતા માટે એક સંદેશ અાપવા કરાતો હતો. ગુરપ્રીતસિંહ અને પ્રભપ્રીતસિંહે કહ્યું કે એક પ્રોડ્યુસરના કહેવા પર તેમણે પોતાનું નામ સંતા બંતા રાખ્યું હતું. ૧૯૯૭માં જ્યારે તેઅો નવ વર્ષનો પ્રોગ્રામ કાલા ડોરિયા કરતા હતા ત્યારે તેના પ્રોડ્યુસરે પોતાનું નામ બદલવાની સલાહ અાપી. પ્રખ્યાત લેખક અને કાર્ટૂનિસ્ટ ખુશવંતસિંહ પોતાના લેખમાં સંતા બંતાનો ઉલ્લેખ કરતા હતા. ત્યારબાદ તે બંને સંતા બંતા બની ગયા અને પ્રખ્યાત થયા.

You might also like