રાષ્ટ્રપતિના અભિભાષણથી સંસદના બજેટસત્રનો પ્રારંભ

સંસદમાં આજથી શરૂ થઇ રહેલું બજેટ સત્ર હંગામેદાર રહેશે તેવી પુરી શક્યતાઓ જોવા મળી રહી છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષથી સંસદના બજેટસત્રનો પ્રારંભ થયો છે.

સરકારે રવિવારે યોજાયેલી બેઠકમાં જણાવ્યું છે કે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પસાર કરવા કોઇ કસર બાકી રાખવામાં આવશે નહીં. તો બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ સરકારને ઘેરવાની પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે.

આજથી કેન્દ્રીય બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. જેમાં બજેટ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રજૂ થશે. જેમાં મોદી સરકાર માટે સૌથી મહત્વનો મૂદ્દો ટ્રિપલ તલાકનો હશે. જોકે આ માટે મોદી સરકારે આગમ તૈયારીઓ કરી લીધી છે. આ માટે પીએમ મોદીએ રવિવારે મળેલી સર્વપક્ષીયદળની બેઠકમાં તમામ વિપક્ષીદળો સાથે તાલમેલ સાધવાની કોશિશ પણ કરી.

જોકે સામે પક્ષે વિપક્ષ પણ ટ્રિપલ તલાક, બંધારણીય સંસ્થાઓ પર કથિત પ્રહાર, GST, ખેડૂતોની સમસ્યા અને કાસગંજ હિંસા મુદ્દે સરકારનો ઘેરાવ કરી શકે છે. જોકે કોંગ્રેસનું એવું કહેવું છે કે, અમે દેશ સામે ઉભરતા તમામ સમકાલીન વિષયો પર ચર્ચા કરવા માગીએ છીએ. પરંતુ આ માટે સરકારે પણ સહયોગ આપવો જોઈએ અને વિપક્ષો સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.

You might also like