સનીનો ખુલાસો..18 વર્ષની ઉંમર સુધી તો..

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી સની લિયોને કહ્યું હતું કે, કિશોરાવસ્થા સુધી તેને કોઇ જ પ્રકારની સમજણ નહોતી પડતી. તે 18 વર્ષની થઇ ત્યાર સુધી કોઇ પણ છોકરો તેની તરફ આકર્ષિત થતો નહોતો.

સનીએ કહ્યું હતું કે, ‘કોલેજમાં હું એક એવરેજ વિદ્યાર્થી હતી. પરંતુ હું બિઝનેસ જાણતી હતી અને માર્કેટિંગની શોખીન હતી. હું કિશોરાવસ્થામાં બેવકૂફ હતી અને મારા કોઇ મિત્રો નહોતા.’

તેમણે કહ્યું કે, ‘હું વીડિયો એડિટીંગ, ફોટોશોપમાં કામ કરવા સિવાય પણ ઘણું બધું જાણતી હતી. ખાસ કરીને 18 કે 19 વર્ષની કિશોરીઓ આ પ્રકારની કામ ઓછા જાણતી હોય છે. તમને તે પણ જણાવી દઉં કે હું 18 વર્ષની થઇ ત્યાર સુધી મને છોકરાઓમાં કોઇ રસ નહોતો.’

સની લિયોનની આગામી ફિલ્મ મસ્તીજાદે ટુંક સમયમાં રિલીઝ થવાની છે. સની બોલિવૂડમાં આવી તે પહેલાં કેનેડાઇ પોર્ન સ્ટાર હતી.

You might also like