માત્ર 12 દિવસમાં 300 કરોડની નજીક પહોંચી ગઈ ‘સંજુ’

મુંબઇ: ‘સંજુ’ની નોનસ્ટોપ ધમાલ સતત બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. આ ફિલ્મ ખૂબ જ જલદી ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ શકે છે. સંજય દત્તની લાઇફ સ્ટોરીને જાણવા માટે હાઉસફૂલ શોની સાથે ‘સંજુ’ છેલ્લા ૧ર દિવસથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. ‘સંજુ’ને બીજી ફિલ્મોની રિલીઝ ન થવાનો પણ લાભ મળ્યો છે. શુક્રવારે ૧૩ જુલાઇના રોજ રિલીઝ થઇ રહેલી ‘સુરમા’ અને ‘ધ એન્ટમેન’ પહેલાંં ‘સંજુ’ નવો રેકોર્ડ બનાવી શકે છે.

રાજકુમાર હીરાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સંજુ’એ રિલીઝના ત્રીજા દિવસે જ ૧૦૦ કરોડની કમાણી કરી લીધી હતી. એક અઠવાડિયાની અંદર ‘સંજુ’એ ર૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ૧ર દિવસ બાદ ‘સંજુ’નું કલેક્શન ર૭પ કરોડ ક્રોસ કરી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે આ ફિલ્મ ખૂબ જલદી ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ જશે.

ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મોના ટોપ ટેનના લિસ્ટમાં સામેલ થઇ ચૂકી છે. આ લિસ્ટની પહેલી ફિલ્મ ‘બાહુબ‌િલ-ર’ છે. બીજી ફિલ્મ ‘દંગલ’, ત્રીજી ‘‌પીકે’, ચોથી ‘ટાઇગર જિંદા હૈ’, પાંચમી ‘બજરંગી ભાઇજાન’, છઠ્ઠી ‘પદ્માવત’, સાતમી ‘સુલતાન’ અને આઠમી ફિલ્મ ‘ધૂમ-૩’ છે.

હાલમાં ‘સંજુ’ નવમા નંબરે આવે છે. ‘સંજુ’એ શરૂઆતના ૧૧ દિવસમાં વર્લ્ડવાઇડ ૪૬૧ કરોડની કમાણી કરી લીધી છે. ‘સંજુ’ુએ પહેલા દિવસે ૩૪.૭પ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૧રમા દિવસ સુધી આ બિઝનેસ વધીને ર૮ર કરોડ સુધી પહોંચી ચૂક્યો છે.

You might also like