પાર્ટી કરતી વખતે સંજીદાએ મોઈનીને કરી કિસ, video થયો viral

તાજેતરમાં, સારા ખાનના ઇન્સ્ટાગ્રામથી અકસ્માતે તેની બહેને બાથટબ વિડિઓ પોસ્ટ કરી હતી, હવે બીજી આવો વિડિઓ બહાર આવ્યો છે. આ વિડીયોમાં, સંજીદા શેખ અને મોઈની રોયને કિસ કરી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, મોઈનીએ તાજેતરમાં મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. તેની ઉજવણીમાં, તે રાત્રે મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. આ સમય દરમિયાન, પાર્ટીના આનંદમાં ડૂબી ગયેલી સંજીદાએ મોઈનીને કિસ કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો છે.

વિડિઓમાં, ફિલ્મ ‘કાશ્મીર કી કાલિ (1964)’ નું ગીત ‘તારીફ કરું ક્યા ઉસકી જિસને તુમ્હેં બનાયા’ સંજિદા માટે ગાઈ રહી હતી. જ્યારે મોઈની આ ગીત ગાતી હતી ત્યારે સંજિદાએ મોઈનીને કિસ કરી હતી.

 

તાજેતરમાં, સારા ખાનની બહેન દ્વારા અપલોડ કરેલો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, સારાની બહેન આયરાએ ઇન્સ્ટા સ્ટોરીમાં સારાનો બાથટબ વિડિઓ આકસ્મિક રીતે શેર કરી દિધો હતો. સારા શ્રીલંકામાં કોઇ પ્રસંગ માટે તેની બહેન આયરા ખાન સાથે હાજરી આપવા પહોંચી હતી.

આયરાએ તેના ઇન્સ્ટા સ્ટોરી પર આ સફરના ઘણા સુંદર ફોટો પોસ્ટ કર્યા છે. આ દરમિયાન, આ અભિનેત્રી સારાના બાથટબમાં સ્નાન કરતો વિડિયો અકસ્માતે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ વિડિઓને આયરા દ્વારા તરત કાઢી નાખવામાં આવ્યો હતો.

You might also like