મારા પતિ સંજય નિરૂપમને ડોન રવિ પૂજારીથી ખતરોઃ ગીતા

મુંબઇઃ પીઓકેમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક સામે સવાલ ઉઠાવ્યા બાદ મુંબઇ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરૂપમની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવતાં તેમના પત્ની ગીતા નિરૂપમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે હું ભારતમાં ઘણી અસુરક્ષા અનુભવી રહી છું. કારણ કે પાંચ ઓકટોબરે ગેંગસ્ટર રવિ પૂજારીએ મારા પતિને ફોન પર ધમકી આપીને સર્જિકલ સ્ટ્રાઇક અંગેના તેમના નિવેદન માટે માફી માગવા જણાવ્યું હતું. સંજય નિરૂપમની પત્નીએ પીએમ મોદીને લખેલા પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે શું આ અગાઉ કોઇએ સરકારની ટીકા કરી નથી? તો પછી મારા પરિવારને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યો છે? જ્યારે આમીર ખાનની પત્ની કિરણ રાવે જણાવ્યું હતું કે વર્તમાન સરકારના સમયમાં દેશ સુર‌િક્ષત રહ્યો નથી ત્યારે ઘણા લોકોને ખરાબ લાગ્યું હતું, પરંતુ આજે હું પણ કહેવા માગું છું કે હું પણ આજે મારા જ દેશમાં અસુરક્ષા અનુભવી રહી છું.

You might also like