ભણસાલીની ફિલ્મમાં જોવા મળશે આલિયા ભટ્ટ, આ Actor સાથે કરશે રોમાંસ

ઘણાં દિવસોથી સમાચારમાં અમૃતા પ્રિતમની જીવન પર બનાવવામાં આવી રહી ફિલ્મ ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અમૃતાની ભૂમિકા માટે આલિયા ભટ્ટનું નામ ચર્ચાય રહ્યું છે.

તાજેતરના રિપોર્ટ મુજબ, ભણસાલીની ફિલ્મમાં અમૃતાની ભૂમિકા માટે આલિયાનું મન મક્કમ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં સાહિર લુધ્યાનવીની ભૂમિકા માટે અભિષેક બચ્ચનનું નામ ફાઈનલ થઈ ગયું છે.

ફિલ્મની વાર્તા અમૃતા પ્રિતમ અને સાહિર લુધ્યાનવીની પ્રેમ કથા પર આધારિત છે. ફિલ્મમાં આલિયાને લેવા વિશે, સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે આલીયા હવે ભૂતકાળ કરતા વધુ પરિપક્વ થઈ ગઈ છે. આ વયે, આવો કોન્ફિડેન્સ તેમની આગામી કારકિર્દીની સ્થાપના કરશે. મને તેની સાથે કામ કરવામાં ખુબ મજા આવશે.

આ ઉપરાંત, આલીયા તેની આગામી ફિલ્મ ‘રાઝી’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક ભારતીય મહિલા જાસૂસની વાર્તા છે જે એક પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરે છે. આલિયા ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવે છે.

અમૃતા પ્રિતમ પર બનવા ઝઈ રહી ફિલ્મ વિશે વાત કરાએ તો અલીયાના નામની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ એવી પુષ્ટિ મળી છે કે અભિષેક ફિલ્મમાં સાહિર લુધ્વનવીની મુખ્ય ભૂમિકા ભજવશે.

You might also like