કરણી સેનાએ ભણસાલીના આમંત્રણ કર્યો સ્વીકાર, ફિલ્મ જોવા તૈયાર

રાજપૂત કરણી સેનાએ એ પ્રસ્તાવ માન્ય રાખ્યો છે જેમાં સંજય લીલા ભંસાલીએ કહ્યું હતું કે તેઓ સૌ પ્રથમ આ ફિલ્મ જોવે અને તેના બાદ કોઇ નિર્ણય લે. પરંતુ તેના પર એક શરત પણ રાખવામાં આવી છે. કરણી સેનાએ જણાવ્યું છે કે જ્યાં સુધી અમે ફિલ્મ જોઇશું નહીં ત્યાં સુધી કોઇને દેખવા નહીં દઇએ અને ફિલ્મ રિલિઝ નહીં થવા દઇએ.

કરણી સેનાએ લોકેન્દ્ર સિંહ કલ્વી, 28 ડિસેમ્બરે સેન્સર બોર્ડે ત્રણ ઇતિહાસકાર અને જાણકારોને આ ફિલ્મ દેખાડી, પરંતુ ત્રણેય લોકોએ આ ફિલ્મ પર પ્રતિબંધની માગણી કરી હતી. તેમણે કહ્યું કે કરણી સેનાએ 4 રાજ્યો સિવાય બાકીના રાજ્યોમાં પણ પ્રતિબંધ અંગે વિચાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝને ચાર દિવસ બાકી છે ત્યારે ફિલ્મનો વિરોધ પણ ચરમ સીમાએ પહોંચ્યો છે. ગુરૂગ્રામમાં વિરોધ બાદ કરણી સેના નોઇડા પહોંચી, જ્યાં લોકો સાથે ગેરવર્તૂણક કર્યા બાદ પોલીસની હાજરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ મામલે પોલીસે 16 લોકોની ધરપકડ કરી.

You might also like