શૂટિંગ પડતુ મૂકી સંજયે પકડી મુંબઇની વાટ

મુંબઇઃ પિંક સીટી જયપુરમાં ફિલ્મ પદ્માવતીના સેટ પર તોડફોડ અને ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી સાથે મારામારી બાદ સમગ્ર બોલિવુડ એક જૂથ થઇ ગયું છે. ત્યાં શિવસેનાએ ઇતિહાસ સાથે છેડછાડ કરવા અને રજા રાણીના કથિત ચરિત્ર હનન સામે અવાજ ઉઠાવ્યો છે. આ તરફ કરણી સેનાએ સેટ પર જઇને મારા મારી કરી છે. જ્યારે ભંસાલીએ ફિલ્મના શૂટિંગને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ભંસાલી અને ક્રૂ મેમ્બર મુંબઇ પરત આવી ગયા છે. તેઓએ ફરી ક્યારે પણ રાજસ્થાનમાં  શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે.

પદ્માવતીના વિવાદમાં શિવસેના પણ કૂદી છે. સંજય લીલા ભંસાલી પર થયેલા હુમલા બાદ શિવસેનાએ કહ્યું કે હિંદૂ રાજા રાણીઓનું ચરિત્ર હનન અસહ્ય છે. ગઇ કાલે સેટ પર કરણી સેનાએ આ મામલે હોબાળો મચાવ્યો હતો અને સંજય લીલા ભંસાલી સાથે મારામારી કરી હતી.

બોલિવુડના ફિલ્મ નિર્દેશક અને અભિનેતા-અભિનેત્રીઓએ સંજય લીલા ભંસાલીના સમર્થકોએ ટવિટર પર આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પ્રિયંકાએ લખ્યું છે કે જે પણ કાંઇ થયું તે દુખદ અને અયોગ્ય છે. તો રિતિક રોશેને લખ્યું છે કે ભંસાલી સર હું તમારી સાથે છું આ ઘટના ગુસ્સો અપાવનારી છે. તો રિતેષ દેશમુખે લખ્યું છે કે સંજય લીલા ભંસાલીના સેટ પર થયું તે દર્દનાક અને દુઃખકારક છે. હું સંજય લીલા ભંસાલી સાથે છું. હવે રાજસ્થાન પોલીસે જ આ મામલે કાંઇક કરવું રહ્યું.

http://sambhaavnews.com/

You might also like