સંજય જોશીની ‘ઘરવાપસી’ ?

ગાંધીનગર: આરઆરએસના પ્રચારક સંજય જોશી ગુજરાત મુલાકાત અગાઉથી જ ભારે વિવાદાસ્પદ બન્યા હતા. તેમના આગમનની પહેલા અમદાવાદ સહિત કેટલાક શહેરમાં ‘સંજય જોશી લાવો, ભાજપ બચાવો’ પોસ્ટર લાગવાથી રાજકીય વર્તુળોમાં અનેરું તર્ક-વિતર્ક ઉઠ્યા હતા. હવે વિહિપના અગ્રણી પ્રવિણ તોગડિયાના પારિવારિક પ્રસંગમાં આવેલા સંજય જોશીની ગુજરાતમાં ‘ઘર વાપસી’ અંગેપણ ભારે ચર્ચા ઉઠી છે.

ભાજપના ભિષ્મ પિતામહ તરીકે ઓળખાતા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સંજય જોશીએ મુલાકાત લીધી હતી. કેશુભાઈના બંગલે આજે સવારે સંજય જોશી અચાનક આવી પહોચ્યા હતા. સંજય જોશીની કેશુભાઈ પટેલની મુલાકાત સુદ્ધાં રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચાઈ હતી.

ત્યાર બાદ સંજય જોશીએ રાજ્યપાલ ઓ.પી. કોહલીને મળવા ગયા હતા. તેમણે રાજ્યપાલ સાથે રાજભવનમાં ભોજન લીધું હતું ગઈ કાલે તેઓ વિહિપના અગ્રણી પ્રવિણ તોગડિયાના પુત્રના રિસેપ્શનમાં પણ જોડાયા હતા. આ માંગલિક પ્રસંગના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રીની ઉપસ્થિતિ નિહાળીને સંજય જોશી સામે ચાલીને તેમને મળવા દોડી ગયા હતા. તેમણે આનંદીબહેન સાથે બે મિનિટ વાત કરી હતી. જોકે તેમનો સમગ્ર પ્રવાસ સતત ચર્ચાસ્પદ બન્યો હતો. વિહિપ ઉપરાંત ભાજપના કેટલાક નેતાઓ-કાર્યકરોએ તેમને ઉમળકાભેર અમદાવાદ રેલવે સ્ટેશન કરતા આ બાબતની પણ રાજકીય વર્તુળોમાં ઊંડી નોંધ લેવાઈ હતી.

You might also like