ત્રિશલા અભિનેત્રી બનત તો પગ તોડી નાખતઃ સંજય દત્ત

મુંબઇઃ સંજય દત્ત હાલ તેની આગામી ફિલ્મ ભૂમિના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અદિતી રાવ હૈદરી તેની પુત્રીની ભૂમિકામાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અદિતી અને તમારી પુત્રી ત્રિશલા વચ્ચે કોઇ સમાનતા છે. તેની પર સંજયે કહ્યું કે હા થોડી સમાનતા છે.

પરંતુ ત્રિશલા એક્ટ્રેસ બનવા માંગતી હતી અને હું તેના પગ તોડી નાખવા માંગતો હતો. પરંતુ ફિલ્મમાં હું આ કામ નથી કરી રહ્યો. સંજય દત્તે જણાવ્યું કે તેની પુત્રી અભિનેત્રી બનવા માંગતી હતી. પરંતુ હું ઇચ્છતો હતો કે કે ફોરેન્સિક સાયન્સમાં પોતાની કારકિર્દી બનાવે. મેં મારો ઘણો સમય અને એનર્જી તેની પાછળ ફાળવી છે. હું નથી ઇચ્છતો કે તે એક્ટ્રેસ બને.

સંજય દત્તે કહ્યું કે એક્ટર બનવું સરળ નથી અને ત્રિશલા માટે તે ખૂબ જ મુશ્કેલ છે. કારણકે તેને હિંદી બોલતા ફાવતું નથી. આ ઇન્ડસ્ટ્રિમાં અમેરિકન ઇગ્લિશ નથી ચાલતું. એકટર બનવું સરળ નથી. દૂરથી જોવા પર તે સરળ લાગેલ છે. પરંતું તેવું નથી.

http://sambhaavnews.com/

You might also like