‘ખલનાયક રિટર્ન્સ’માં સંજય દત્તની ભૂમિકાનો થયો ખુલાસો

મુંબઇ: બે દશક પછી અભિનેતા સંજય દત્ત ‘ખલનાયક રિટર્ન્સમાં ગેંગસ્ટર બલ્લૂ બલરામ તરીકે પાછો જોવા મળશે અનએ આ પિલ્મનું નિર્માણ સુભાષ ઘાઇ કરશે.

સંજય દત્તે 1993ની એક્શન થ્રિલર ખલનાયકમાં બલ્લૂ બલરામનું ભૂમિકા નિભાવી હતી અને ત્યારે તની સાથે માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ પણ હતા. સુઙાષ ઘાઇ નિર્દેશિત આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી હીટ ફિલ્મોમાંની એક હતી. ઘાઇના મુક્તા આર્ટ અને સંજય દત્ત પ્રોડક્શને આ વર્ષના અંતમાં ‘ખલનાયક રિટર્ન્સના નિર્માણ માટે એક કરાક કર્યો છે.

ઘાઇએ જણાવ્યું, સંજય દત્ત બલ્લૂ બલરામનું કિરદાર નિભાવશે જે 20 વર્ષ પછી જેલની બહાર આવશે. સ્ક્રિપ્ટ પૂરી થવાના આરે છે. એક વખથ પૂરી થઇ જસે તે પછી અમે બીજા બધા કલાકાર માટે જણાવીશું.

સુભાષ ઘાઇએ કહ્યું કે નવો નિર્દેશક ફિલ્મની કમાન સંભાળશે, ‘તાલ’ના નિર્દેશકે પ્રોજેક્ટમાં ટાઇગર શ્રોફનો સમાવેશ હોવાના સમાચારને નકારી દીધા છે. ઘાઇએ કહ્યું કે, અને હજુ પણ સ્ક્રિપ્ટ પૂરી થવાની રાહ જોઇ રહ્યા છીએ અને જલ્દીથી બીજા કલાકારો માટે નિર્ણય કરીશું.

You might also like