કાનૂન તૂટ્યો હશે તો સંજય દત્ત ફરીથી જઇ શકે છે જેલમાં: મહારાષ્ટ્ર સરકાર

મુંબઇ: અભિનેતા સંજય દત્ત માટે એક ખરાબ સમાચાર છે. ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે જો સંજય દત્તનું વીઆઇપી સ્ટેટસ જોઇને એને પેરોલ આપવામાં આવ્યા હતા એને પાછા જેલ જવું જોઇએ.

ગત મહિને બોમ્બે હાઇકોર્ટએ રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે 57 વર્ષના સંજય દત્તને એની 5 વર્ષની સજા પૂરી નહતી કરી તો એ પહેલા કેમ છોડી દેવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે સંજય દત્તને એની સજા પૂરી થતાના 8 મહિના પહેલા જ એના સારા વર્તણૂંકને જોઇને એને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આજે જજે એને સારા વર્તણૂંકને વિસ્તારથી કહેવા જણાવ્યું હતું. પરંતુ પોતાની સજા દરમિયાન સંજય દત્ત ઘણી વખત જેલની બહાર આવ્યો અને એમે 100થી વધારે દિવસો મળ્યા છે ત્યારબાદ ઘણા સવાલો ઊઠાવ્યા હતા કે શું એને વીઆઇપી સ્ટેટસના કારણે મળતી હતી.

ગત મહિને બોમ્બે હાઇકોર્ટે જજને ઓથોરિટીઝના પ્રશ્નો કર્યા હતા કે એમને કેવી રીતે ખબર પડી કે સંજય દતનું વર્તણૂંક સારું હતું. એમને આ વાતને ચેક કરવાનો સમય ક્યારે મળ્યો હતો કારણ કે અડધો સમયતો એ પેરોલ પર જેલની બહાર જ હતો.

રાજ્ય સરકારના વકીલે એક નિવેદનમાં કહ્યું કે આ કેસ પીઆઇએલના હેઠળ આવ્યું છે જો કાયદો તોડવામાં આવ્યો હશે તો સરકાર સંજય દત્તને ફરીથી જેલ થઇ શકે છે.

જણાવી દઇએ કે સંજય દત્ત મુંબઇ સિરીયલ બ્લાસ્ટમાં ગેરકાયદે હથિયાર રાખવાનો દોષિત માનવામાં આવ્યો હતો. કોર્ટે એની સજા પૂરા થતા પહેલાના 8 મહિના પહેલા છોડી મૂક્યો હતો.

ઓક્ટોબર 2013 ના રોજ સંજયદત્તને પેરોલ મળી હતી. એને 14 દિવસ વધારે વધારી દેવામાં આવી હતી. ડિસેમ્બર 2013માં એને 30 દિવસની પેરોલ મળી હતી, જેને બે વખત વધારવામાં આવી.

http://sambhaavnews.com/

You might also like