સંજય દત્તને સજા પૂરી થાય તે પહેલાં કેમ છોડી મૂક્યો?

ચેન્નઇ: ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સજા કાપી રહેલા એ.જી. પેરાલીવલે પોતાની મુક્તિની માગણી કરતાં અભિનેતા સંજય દત્તની જેલમુક્તિ સામે સવાલ ઉઠાવ્યા છે. પેરાલીવલે આરટીઆઇ અરજી કરીને પૂછ્યું છે કે જો સંજય દત્ત જેલની સજા પૂર્ણ થયા પહેલાં જેલમાંથી છૂટી શકતો હોય તો હું કેમ ન છૂટી શકું?

આરટીઆઇ અરજીમાં તેણે પ્રશ્ન પૂછયો છે કે સંજય દત્તને સજા પૂરી થયા પહેલાં કયા આધારે જામીન મળી ગયા હતા? અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં સાત અપરાધીઓને પહેલાં ફાંસીની સજા મળી હતી, જેને પાછળથી સુપ્રીમ કોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. આ તમામ સાતેય અપરાધી ર૦ વર્ષથી વધુ જેલની સજા કાપી ચૂક્યા છે. તેમની મુકિતની માગણીને લઇને તામિલનાડુમાં કેટલાંય આંદોલન અને ધરણાં કરવામાં આવી ચૂક્યા છે.

આરટીઆઇ અરજી અંગે યરવડા જેલના અધિકારી મંગળવારે જવાબ આપશે. આ જેલમાં સંજય દત્ત બંધ હતા.

You might also like