માર્કો ભાઉથી કમબેક કરશે સંજય દત્ત

મુંબઇઃ જ્યારથી સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યો છે ત્યારેથી તેના ફેન્સ સંજયની બોલિવુડમાં કમબેકની આતુરતથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે હવે ચાહકોએ રાહ જોવી નહીં પડે કારણકે સંજય દત્ત જલ્દી મુન્નાભાઇના નિર્માતા વિધુ વિનોદ ચોપડાની આગામી ફિલ્મ માર્કો ભાઉથી બોલિવુડમાં કમબેક કરશે.

મળતી માહિતી મુજબ આ ફિલ્મનું શૂટિંગ ગોવા અને ચેન્નઇમાં થશે. ફિલ્મનું શૂટિંગ લગભગ ફેબ્રુઆરી 2017માં શરૂ થશે. આ ફિલ્મો સાથે જોડાયેલા સમાચાર પ્રમાણે માર્કો ભાઉ ફિલ્મની વાર્તા એક પિતા અને પુત્રની ઇમોશનલ રિલેશન પર આધારિત છે.

પહેલાં એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે સંજય દત્ત ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મમાં જોવા મળશે. પરંતુ સંજયને ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી સારી ન લાગી. જોકે  સંજય દત્તે આ મામલે કોઇ જ સત્તાવાર જાહેરાત કરી નથી કે તે કોની ફિલ્મ દ્વારા કમબેક કરશે.

 

You might also like