કેળાનાં આ સેનિટરી પેડ છે ખાસ

ભલે સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઘણાબધા પ્રયાસો થઇ રહ્યાં હોય. છતાં પણ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ માસિકધર્મમાં આવે ત્યારે તે દરમિયાન કપડાંનો જ ઉપયોગ કરે છે. માસિકધર્મમાં હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે મહિલાઓની આ સમસ્યને બે મહિલાઓએ સમજની કેળાના ફાઇબરના વેસ્ટમાંથી સેનિટરી પેડ બવાવ્યા છે. એમઆઇટી ગ્રેજ્યુએટ અમૃતા સહેગલ અને તેમની સહઅધ્યાયી ક્રિસ્ટિન કાગેત્સુએ સાથે મળીને આ પેડ તૈયાર કર્યા છે. આ પેડ તેઓ ગ્રામીણ ભારતીય મહિલાઓને ઉપલબ્ધ કરાવી રહી છે. જ્યારે આર્થિક રીતે પછાત મહિલાઓને આર્થિક રાહત આપીને હાઇજેનિક પેડ્સ પ્રોવાઇડ કરી રહ્યાં છે.

અમૃતા આ પ્રોજેક્ટ પર વર્ષ 2012થી કામ કરી રહી હતી. ત્યારે તે પીએન્ડ જી સાથે જોડાયેલી હતી. બે એન્જિનિયર્સ સાથે મળીને ઘણા ટ્રાયલ કર્યા. ઘણી નિષ્ફળતા બાદ આખરે કેળામાંથી હાઇજેનિક પેડ બનાવવામાં સફળતા મળી. જેનું બ્રાન્ડ નેમ સાથી છે.

70 ટકા ભારતીય મહિલાઓ સેનિટરી નેપકિન્સ અફોર્ડ કરી શકતી નથી. એક અભ્યાસ મુજબ 88 ટકા મહિલાઓ સેનિટરી નેપકિન્સની જગ્યાએ કપડાંનો ઉપયોગ કરે છે. એ જાણીને આશ્ચર્ય થશે કે 23 ટકા છોકરીઓ પિરિયડ્સ શરૂ થયા બાદ સ્કૂલ છોડી દે છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ક્રિસ્ટીન કહે છે કે અમૃતાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે અને સાથી પ્રોજેક્ટ માટે યુનિવર્સિટી દ્વારા એવોર્ડ પણ મળ્યો છે. સાથી યોજના ઝારખંડમાં 10 લાખ પેડ્સ લોન્ચ કરવાની છે. ગ્રામીણ ભારતની મહિલાઓને 10 લાખ પેડ્સ વહેંચવાની યોજના છે. વર્ષ 2017થી આ પેડ્સ સમગ્ર દેશમાં વહેંચવામાં આવશે.

You might also like