સેનેટરી પેડ GST દરમાંથી બહાર, અનેક વસ્તુઓ કરાઈ સસ્તી

દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજી હતી. આ બેઠક દરમ્યાન કાઉન્સિલે સેનેટરી નેપકિનને GST દરમાંથી બહાર કરી દીધી છે. બેઠકમાં સામેલ થયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું કે સેનેટરી નેપકિન પર હવે GST લાગશે નહીં.

ચીન પર સેસને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સેનેટરી નેપકિન પર GST કાઉન્સિલના નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળી છે. સેનેટરી નેપકિન અત્યાર સુધી 12%ના GST સ્લેબમાં હતો. આ નિર્ણયની લાંબા સમયથી ટીકા થઈ રહી હતી અને ઘણા મહિલા સંગઠનોએ તેને લઈને નારાજગી પણ વ્યકત કરી હતી. નવેમ્બર 2017ની બેઠકમાં 213 સામાનોને સૌથી વધુ એટલે 28% GST સ્લેબથી કાઢીને 18%ના સ્લેબમાં સામેલ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, 5% GSTના દાયરામાં સામેલ 6 સામાનો પર ટેક્સ ખતમ કરી દેવામાં આવ્યો હતો. ફાઈવ સ્ટાર હોટલની રેસ્ટોરન્ટ છોડીને બાકી હોટલો પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે.

જાન્યુઆરી 2018માં 54 સેવાઓ અને 29 વસ્તુઓ પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો હતો. 2017-18માં GSTથી 7.41 લાખ કરોડ રૂપિયા સરકારને મળ્યા હતા. સરેરાશ માસિક કલેકશન 89,885 કરોડ હતું. આ વર્ષે એપ્રિલનું કલેકશન રેકોર્ડ બ્રેક 1.03 લાખ કરોડ પહોંચી ગયું હતું, પરંતુ મેમાં ઘટીને 94,016 કરોડ અને જૂનમાં 95,610 કરોડ રૂપિયા પર આવી ગયું હતું.

You might also like