સાનિયા મિર્ઝાનો એક દિવસના મેકઅપનો ખર્ચ છે રૂ.૭પ હજાર

મુંબઇ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના મેકઅપ પર એક દિવસમાં ૭પ હજાર રૂપિયા ખર્ચ થાય છે. તાજેતરમાં જ આ ખુલાસો થયો છે. સાનિયા મિર્ઝા સાથે જે મેકઅપ આર્ટિસ્ટ છે જેમનો ખર્ચ દરરોજના 75 હજાર રૂપિયા છે. તે સિવાય તેના જીમ ટ્રેનર અને કોચ સહિત પાંચ અન્ય સ્ટાફ પણ સાથે હોય છે. આ કારણે જ સાનિયા મિર્ઝા મધ્ય પ્રદેશ રમત વિભાગની એવોર્ડ ઇવેન્ટમાં ભાગ લઇ શકી નહતી.

વર્તમાન જાણકારી અનુસાર સાનિયા મિર્ઝાની વાર્ષિક કમાણી ૭ કરોડ રૂપિયા (૭.૧૮)થી વધુ છે. આ વર્ષે તેને પ્રાઇઝ મની, એન્ડોર્સમેન્ટ અને ઇવેન્ટમાંથી કમાણી કરી હતી.

સાનિયા ઓન કોર્ટ જેટલી સફળ છે તેનાથી વધુ ઓફ કોર્ટ તેની પોપ્યુલારિટી છે. એક સમયે દેશમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને લઇને તેની જોરદાર માંગ હતી, જે આજે પણ યથાવત છે. 2005નું વર્ષ સાનિયાની કારકિર્દીમાં સારૂ રહ્યું હતું. યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોચ્યા બાદ તે સેરેના વિલિયમ્સ સામે હારી ગઇ હોય પરંતુ તે બાદ તેની પાસે એન્ડોર્સમેન્ટની અનેક ઓફર આવી હતી. સાનિયા એકમાત્ર એવી ભારતીય ટેનિસ ખેલાડી છે જે પ્રતિ એન્ડોર્સમેન્ટના ૧ થી ર કરોડ રૂપિયા લે છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના કલેક્શનમાં કેટલીક લક્ઝરી કારો છે, તેની લેટેસ્ટ કાર રેન્જ રોવર છે. જેનું રજિસ્ટ્રેશન તેને ફેબ્રુઆરી ર૦૧પમાં કરાવ્યું હતું. સાનિયાની આ કારનો નંબર ટીઅસ ટીએસ ઇઇ૦૦૧૧ છે. આ ખાસ નંબર માટે તેને પ૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. તે સિવાય સાનિયા પાસે પોર્શ કરેરા, બીએમડબલ્યૂ, ટોયોટા સપ્રા જેવી લક્ઝરી કારો પણ છે.

You might also like