સાનિયાની ભારતનાં વખાણ કરતી જાહેરાત પાકિસ્તાનમાં વાયરલ

નવી દિલ્લી: હાલમાં પાકિસ્તાનમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર્સ શોએબ મલિકની એક જાહેરાત જોરદાર વાયરલ થઇ ગઇ છે. સાનિયા અને શોએબ એક સાથે પહેલી વખત કોઇ જાહેરાતમાં સાથે જોવા મળ્યાં છે. આ બંનેની નેસ્લે એવરી ડેની જાહેરાત હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. પાકિસ્તાનમાં આ જાહેરાતને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ જાહેરાતમાં સાનિયા અને શોએબ એકબીજાનાં મંતવ્યો રજૂ કરે છે. જેમાં સાનિયા મિર્ઝા ભારતીય વસ્તુઓનાં વખાણ કરે છે, જ્યારે સામે શોએબ પણ પાકિસ્તાની વસ્તુઓનાં ગુણગાતો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ જ્યારે બંને નેસ્લેની ચા પીવે છે ત્યારે બંનેના વિચારો એક થઇ જાય છે. આ જાહેરાતમાં સાનિયા મિર્ઝા અને શોએબ એકદમ સુંદર લાગી રહ્યાં છે.

You might also like