ઓસ્ટ્રેલિયા ઓપન: સાનિયા-હિંગીસની જોડી સેમિફાઇનલમાં પહોંચી

ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિરઝા અને માર્ટિના હિંગીસની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં આ જોડીએ જર્મનીની એના લીના ગ્રેનોફેલ્ટ અને અમેરિકાની કી કોકોની જોડીને 6-2, 4-6, 6-1થી પરાજય આપ્યો છે. સાનિયા-હિંગીસની જોડી હવે સેમિફાઇનલમાં જર્મનીની જૂલિયા તેમજ ચેક ગણરાજ્યની કી કૈરોલીનાની જોડી સામે ટકરાશે. સાનિયા અને હિંગીસની જોડીએ ગત વર્ષે અમેરિકન ઓપન તેમજ વિમ્બલ્ડન મહિલા ડબલ્સ ખિતાબ જીત્યો હતો. આ પ્રજાસત્તાક દિવસે સાનિયા મિરઝાને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

You might also like