પ્રેગ્નેટ છે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, ઓક્ટોબરમાં બની શકે છે માતા

ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા માં બનાવી છે અને ઑક્ટોબરમાં તે બાળકને જન્મ આપશે તેવી આશા છે. આ અંગેની પુષ્ટિ તેના પિતા ઇમરાન મિર્ઝાએ કરી. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પોત-પોતાના સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરી છે, જેના પરથી અટકળો લગાવાઈ રહી છે કે સાનિયા મિર્ઝા પ્રેગ્નેટ છે.

સાનિયાના પિતા અને કોચ ઈમરાન મિર્ઝાએ આ વાતની પુષ્ટિ કરી કે 6 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સાનિયા માતા બનવાની છે. ઈમરાને કહ્યું કે, હાં આ સાચું છે. તેમણે આગળ કહ્યું કે, સાનિયા ઓક્ટોબરમાં બાળકને જન્મ આપે તેવી ઉમ્મીદ છે.

 

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જ તસવીર શેર કરી છે, જે બાદ એવી અટકળો લગાવાઈ રહી છે કે સાનિયા મિર્ઝા પ્રેગ્નેટ છે. #MirzaMalik ટેગ સાથે શેર કરેલી તસવીરને અત્યાર સુધીમાં હજારો ફેન્સ દ્વારા લાઈક કરાઈ ચૂકી છે.

 

વાસ્તવમાં સાનિયા મિર્ઝાએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગોવા ફેસ્ટ-2018માં લેંગિક પક્ષપાત પર ચર્ચા દરમિયાન કહ્યું હતુ, હું એક સિક્રેટ વાત જણાવું છું, મેં અને મારા પતિએ આના પર વાત કરી છે. અમે નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારું બાળખ થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા મલિક હશે.

પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે સાથી ક્રિકેટર શોએબ મલિકના ટ્વીટને રીટ્વિટ કરતા શુભકામના પાઠવી છે. તેણે લખ્યું કે, ”આ ખબર સાંભળીને સારું લાગ્યું. અલ્લાહ તમને બંનેને ખુશીઓ આપે.”

You might also like