સાનિયાએ પુત્રને જન્મ આપ્યોઃ શોએબે કહ્યું, ‘દુઆઓં કે લિએ શુક્રિયા

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ઘેર એક નવા મહેમાનની એન્ટ્રી થઈ છે. લગ્નનાં લગભગ આઠ વર્ષના લાંબા ઇંતેજાર બાદ સાનિયા મિર્ઝાએ ગઈ કાલે પુત્રને જન્મ આપ્યો છે.

ખુશખુશાલ શોએબે પુત્રજન્મની જાણકારી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી. સાનિયા-શોએબનાં લગ્ન વર્ષ ૨૦૧૦માં થયાં હતાં. શોએબે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, ”પુત્રજન્મના સમાચાર આપતા હું બહુ જ ખુશ છું. દુઆઓં કે લિએ શુક્રિયા. #BabyMirzaMalik’

ઉલ્લેખનીય છે કે પ્રેગનન્સીને કારણે સાનિયા ઘણા સમયથી ટેનિસની રમતથી દૂર છે. સાનિયા હંમેશાં પોતાના પ્રેગનન્સીએ સોશિયલ મીડિયા પર અપડેટ આપતી રહેતી હતી.

શોએબ મલિક તરફથી આ સમાચાર શેર કરાયા બાદ #BabyMirzaMalik સાથે શુભેચ્છાઓને વરસાદ વરસી રહ્યો છે. મોટી સંખ્યામાં ચાહકો શોએબ-સાનિયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

You might also like