સાનિયા મિર્ઝાએ પોતાના બાળકોની ‘Surname’ ને લઇને આપ્યું કંઇક આવું નિવેદન….

પણજીઃ સાનિયા મિર્ઝા અને તેના ક્રિકેટર પતિ શોએબ મલિક એક પુત્રી ઇચ્છે છે અને જ્યારે પણ પરિવાર વિસ્તારવા અંગે વિચારશે ત્યારે તેના બાળકની સરનેમ મિર્ઝા-મલિક હશે.

સાનિયાએ ગોવા ફેસ્ટ-૨૦૧૮માં લૈંગિક ભેદભાવ પરની એક ચર્ચા દરમિયાન કહ્યું, ”હું તમને એક રહસ્યની વાત જણાવી દઉં. મારા પતિ અને મેં આ અંગે વાત કરી છે. અમે નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારું બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા-મલિક હશે. અમે પુત્રી ઇચ્છીએ છીએ.”

સાનિયાએ લૈંગિક ભેદભાવના પોતાના અનુભવ અંગે કહ્યું કે, ”મારા કેટલાંક સગાં-સંબંધીઓ મારાં માતા પિતાને કહેતાં હતાં કે મારે પુત્ર હોવો જોઈએ, જેથી કુટુંબનું નામ આગળ વધી શકે.” સાનિયાએ જણાવ્યું, ”અમે બે બહેનો છીએ અને અમને ક્યારેય નથી લાગ્યું કે અમારે એક ભાઈ હોવો જોઈએ.

અમારાં સગાં સબંધીઓ જ્યારે આવી વાત કરતાં ત્યારે અમે બંને બહેનો તેમની સાથે ઝઘડતી હતી. મેં લગ્ન બાદ પણ મારી સરનેમ નથી બદલી અને હંમેશાં હું સાનિયા મિર્ઝા જ રહીશ.”

You might also like