પહેલવાન સંગ્રામસિંહે અમેરિકાના રેડફોર્ડને હરાવી ખિતાબ જીત્યો

નવી દિલ્હીઃ રિયાલિટી શો બિગ બોસને હિસ્સો રહી ચૂકેલા પહેલવાન સંગ્રાહસિંહે કે. ડી. જાધવ આંતરરાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપનો પ્રથમ ખિતાબ પોતાના નામે કરી લીધો. તેણે તાલકટોરા સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં અમેરિકાના કેવિન રેડફોર્ડને માત આપીને આ ખિતાબ જીત્યો. આ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ મુકાબલા રમાયા, જેમાંથી ચાર મુકાબલા પુરુષના અને એક મુકાબલો મહિલાઓનો હતો.

રિંગમાં રમાતી આ કુસ્તીના પહેલા રાઉન્ડમાં રેડફોર્ડે સંગ્રામને બેકફૂટ પર ધકેલી દીધો હતો. જોકે સંગ્રામે બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી અને તેણે ત્રણ પોઇન્ટ (૧૨-૯)ની સરસાઈ હાંસલ કરી લીધી. ત્રીજા રાઉન્ડમાં સંગ્રામે કેવિન પર દબાણ બનાવી રાખ્યું અને ૧૬-૧૧ની સરસાઈ મેળવી. આ દરમિયાન કેવિને વાપસી કરી અને પછીના રાઉન્ડમાં પોઇન્ટના અંતરને ઓછું કરી નાખ્યું, પરંતુ ભારતીય પહેલવાને અંતિમ રાઉન્ડમાં ૨૪-૨૦ની સરસાઈ મેળવી. અંતિમ રાઉન્ડમાં સંગ્રામે પોતાના હરીફને કોઈ પણ તક આપી નહીં અને અંતે ૨૭-૨૩થી જીત હાંસલ કરી લીધી.

You might also like