શ્રીલંકાની ટીમના પૂર્વ કેપ્ટને એક માત્ર ભારતીય ખેલાડીની પસંદગી કરી

નવી દિલ્હી, ગુરુવાર
કુમાર સંગાકારાની ઈલેવન ટીમની યાદીમાં ભારતના એકમાત્ર ખેલાડી રાહુલ દ્રવિડને સ્થાન મળ્યું છે. જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનો આ ટીમમાં સમાવેશ થયો નથી.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાનું માનવું છે કે ભારત એના વર્તમાન કોચ દ્રવિડ શ્રીલંકાના પૂર્વ બેટસમેન અરવિંદ ડી સિલ્વાના નેતૃત્વવાળી ટીમમાં આધારભૂત બેટસમેન તરીકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટસમેન મેથ્યુ હેડન સાથે સારો સાથ આપી શકશે. લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર રજૂ કરાયેલા વીડિયોમાં સંગાકારાએ જણાવ્યું કે મેથ્યુ હેડન ઓપનિંગમાં પહેલા બોલનો સામનો કરશે. અને તેને સાથ આપવા માટે મે રાહુલ દ્રવિડની પસંદગી કરી છે. બેટિંગ ક્રમમાં આ ડાબેરી બેટસમેને તેના પસંદગીના બ્રાયન લારા અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની પસંદગી કરી છે.
સંગાકારાએ વધુમાં જણાવ્યું કે ઓલરાઉન્ડર જેક કાલિસ ટોપ અને મધ્યમ ક્રમની જવાબદારી પૂરી કરશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ કીપર તરીકે રહેશે. સંગાકારાનું માનવું છે કે શેન વોર્ન અને મુથૈયા મુરલીધરન એમ બે સ્પીનર તેની ટીમમાં ફીટ રહેશે.કારણ કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં સારી બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત બોલિંગ ક્ષેત્રે સંગાકારાએ શ્રીલંકાના બાલર ચામિંડા વાસ અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અક્રમની પસંદગી કરી છે. સંગાકારાની ટીમમાં ઓસ્ટ્રેલિયાના ચાર, શ્રીલંકાના ત્રણ, અને ભારતના એકમાત્ર ખેલાડીનો સમાવેશ થયો છે. જ્યારે પાકિસ્તાન,દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝના એક એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. દરમિયાન સોમવારે ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મૈકુલમે તેની ટીમની યાદી જાહેર કરી હતી.જેમાં ભારતના એકમાત્ર ખેલાડી સચીનનો સમાવેશ થયો છે.
સંગાકારા ઈલેવનની ટીમ આ મુજબ છે. જેમાં મેથ્યુ હેડન,રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, અરવિંદ ડી સિલ્વા(કેપ્ટન),જેક કાલિસ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન,મુથૈયા મુરલીધરન,વસીમ અકરમ અને ચામિંડા વાસનો સમાવેશ થાય છે.

You might also like