સાણંદના નિધરાડમાં સળગાવેલી હાલતમાં યુવકની લાશ મળી

અમદાવાદ: સાણંદ નજીક આવેલા નિધરાડમાં ગામની સીમમાંથી ગત સાંજે સળગાવેયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે સાણંદ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કા‌લિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં યુવકને સળગાવી તેની હત્યા કરી ઓળખ ન થાય માટે સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગત સાંજે સાણંદના નિધરાડ ગામની સીમમાં એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. આ બાબતે ગામના સરપંચ નગીનભાઇ પટેલે સાણંદ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ લાશનો કબજો મેળવી અને પી.એમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.

પોલીસ તપાસમાં યુવકની ઉંમર આશરે ૩૦થી ૩પ વર્ષ છે કોઇ અજાણી વ્યક્તિઓએ યુવકને સળગાવી દઇ તેની હત્યા કરી નાખી હતી અને યુવકની લાશની ઓળખ ન થાય માટે તેને પૂરો સળગાવી દઇ પુરાવાનો નાશ કર્યો છે. આણંદ પોલીસે નિધરાડ ગામનાં સરપંચની ફરિયાદનાં આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તેમજ મરનાર યુવક કોણ છે તેની પણ તપાસ હાથ ધરી છે.

You might also like