સનમ રે ફિલ્મ રિવ્યુ

ટી સિરીઝના માલિક ભૂષણકુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે અગાઉ ‘યારિયા’ નામની લો-બજેટ ફિલ્મ બનાવી હતી, જે જબરદસ્ત સુપરહિટ રહી હતી. હવે તેઓ બીજી ફિલ્મ ‘સનમ રે’ લઈને અાવ્યા છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, યામી ગૌતમ, ઉર્વશી રોતેલા અને રિશી કપૂર છે. ફિલ્મનું મ્યુઝિક અરમાન મલિક, મિથુન અને જીત ગાંગુલીએ અાપ્યું છે.
અાકાશ (પુલ‌િકત સમ્રાટ) અને શ્રુ‌િત (યામી ગૌતમ) બંને નાનપણથી સાથે મોટાં થયાં છે.

તેમની વચ્ચે ખૂબ જ સારી દોસ્તી છે. તેઓ બાળપણમાં એકસાથે રમ્યાં છે, જોકે સમય બદલાય છે અને બંને મિત્રો અલગ પડે છે. અાકાશ તે શહેર છોડીને બીજા શહેરમાં રહેવા જાય છે. અાકાશ અને શ્રુ‌િત બંને એકબીજાથી દૂર મોટાં થાય છે અને અાકાશ ફરી વખત પ્રેમમાં પડે છે. તેની સાથે અાકાશને પોતાનો જૂનો પ્રેમ યાદ અાવવા લાગે છે અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ તે પોતાના ગામ અાવે છે.

અાકાશ એક છે અને તેને પ્રેમ કરનારી વ્યક્તિ બે છે. અાકાશ માટે કોણ પોતાનો પ્રેમ જતો કરે છે તે જોવાનું રહ્યું. અાકાશ પણ કોની સાથે રહેવાનું પસંદ કરે છે તે જાણવા ફિલ્મ જોવી પડશે. •

You might also like