લવ મેકિંગ સીન મોટી ડીલ નથીઃ સના

સના ખાને સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં એક પાત્ર ભજવ્યું હતું, પરંતુ તે બિગ બોસ-૬ બાદ ખૂબ જ ચર્ચામાં આવી. તેની કરિયર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તો સારી રહી, પરંતુ બોલિવૂડમાં અત્યાર સુધી તેની સફર એટલી ખાસ રહી નથી. તેની આગામી ફિલ્મોમાં ‘વજહ તુમ હો’ અને ‘ટોમ, ડીક એન્ડ હેરી-૨’ સામેલ છે. ‘વજહ તુમ હો’માં સનાએ એક બોલ્ડ પાત્ર ભજવ્યું છે. તે કહે છે કે ફિલ્મમાં મારું પાત્ર દમદાર છે. હું એક વકીલની ભૂમિકા ભજવી રહી છું. ફિલ્મમાં સારાં ગીત અને મસાલો પણ છે. ફિલ્મોમાં લવ મેકિંગ સીન દર્શાવાયા છે, જોકે મારા માટે આ કોઇ મોટી ડીલ નથી.

સનાની પહેલી બોલિવૂડ ફિલ્મ ૨૦૦૫માં આવી હતી. આ સના માટે બીજી ઇનિંગ ગણી શકાય. તે થોડી વધુ કોન્ફિડન્ટ બની છે. તે કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ મહેનત કરે છે, છતાં પણ સારું કામ મળવામાં થોડો સમય લાગે છે. ઘણા એક્ટરોને તો ખૂબ જ મોડું પણ થાય છે. આ બધું એક મૂંઝવી નાખતી વસ્તુ છે, તેમાં કોઇ નીતિ-િનયમો હોતા નથી, પરંતુ મને લાગે છે કે મારામાં ખૂબ જ ધીરજ છે. હું ખુદ મારી મેન્ટર છું. મેં કામ માટે સંઘર્ષ કર્યો હતો. તેથી હું વધુ કોન્ફિડન્ટ બની છું. ઇન્ડસ્ટ્રીમાં મારા કોઇ ગોડ ફાધર નથી. •
http://sambhaavnews.com/

You might also like