સેમસંગના આગામી પ્રીમિયમ સ્માર્ટફોનમાં મળશે 256GB ઇન્ટરનલ મેમરી!

નવી દિલ્હી: સેમસંગે હાઇ એન્ડ સ્માર્ટફોન્સ માટે 256 જીબીની યૂનિવર્સલ ફ્લેશ સ્ટોરેજ (UFS) 2.0 રજૂ કરી છે. બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં કંપનીએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વાર આ પ્રકારની ઓફર કરવામાં આવી રહી છે.

તેની રીડીંગ સ્પીડ 850Mbps છે જ્યારે તેમાં 260Mbpsની સ્પીડે ડેટા લોડ કરી શકાશે. આ સ્પીડ SSDના મુકાબલે બે ગણી વધારે અને માઇક્રો એસડી કાર્ડથી ત્રણ ગણી વધારે છે. એટલે કે કંપની આગામી હાઇ એન્ડ ડિવાઇસમાં તેને યૂઝ કરવા 256GB ઇન્ટરનલ સ્ટોરેજવાળો સ્માર્ટફોન કે ટેબ લોન્ચ કરી શકે છે.

સેમસંગના એક પ્રવક્તાએ કહ્યું કે આ ચિપ નેક્સ્ટ જનરેશન પ્રીમિયમ સ્માર્ટફોનમાં આપવામાં આવશે. તેને સેમસંગના 3D V-NAND ફ્લેશ અને અલ્ટ્રા સ્મોલ કંટ્રોલરના માધ્યમથી બનાવવામાં આવેલ છે. કંપનીના અનુસાર જે સ્માર્ટફોનમાં USB 3.0 સપોર્ટ થશે, તેમાં ડેટા પ્રોસેસિંગ ટાઇમ 10 ગણો ઝડપી થશે અને તેમાં 5GBના ફૂલ એચડી વીડિયો ફક્ત 12 સેકન્ડ્સમાં ટ્રાંસફર થઇ જશે.

તો બીજી તરફ કંપનીએ પોતાનો ફ્લેગશિપ Galaxy S7 લોન્ચ કર્યો છે જેમાં માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ આપવામાં આપ્યું છે. પરંતુ આશ્વર્યની વાત એ છે કે તેમાં માર્શમૈલોનું Adoptable Storage ફીચર આપવામાં આવ્યું નથી. તેથી Galaxy S7 યૂજર્સ કોઇ એપ માઇક્રો એસડી કાર્ડમાં ઇન્ટોલ કરી શકશે નહી.

You might also like