સેમસંગના આ સ્માર્ટફોન થાય 5,000 રૂપિયા સુધી સસ્તા

નવી દિલ્હી: સાઉથ કોરિયન ટેક્નોલોજી દિગ્ગ્જ સેમસંગે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ Galaxy S7 અને S7 Edgeની કિંમત ઘટાડી દીધી છે. આ બંને સ્માર્ટફોનને ભારતમાં 5,000 રૂપિયા સુધી સસ્તો કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કંપનીએ ફ્લેગશિપ ફેબલેટ Galaxy Note 7 લોન્ચ કર્યું છે જેનું વેચાણ થોડા દિવસોમાં શરૂ થશે.

કિંમતો ઘટ્યા બાદ હવે Galaxy S7ના 32GB વેરિએન્ટની કિંમત 43,400 રૂપિયા થઇ ગઇ છે, જ્યારે Galaxy S7 Edge તમને 50,900 રૂપિયામાં મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને સ્માર્ટફોન ક્રમશ: 48,900 અને 56,900 રૂપિયાની કિંમતે ભારતમાં લોન્ચ થયા હતા.

Galaxy S7 અને Galaxy S7 Edge પરફોમન્સ, ડિઝાઇન અને કેમેરાના મામલે આ સેગ્મેંટના ટોપ સ્માર્ટફોન રહ્યાં છે. આ ઉપરાંત તેના યૂઝર ઇંટરફેસ એટલે કે TouchWiz પહેલાથી સારા છે. જો આ કિંમતમાં તમને સ્માર્ટફોન ખરીદવો છે તો આ તમારા માટે ફાયદાનો સોદો છે.

જાણો આ સ્માર્ટફોન્સમાં શું છે ખાસિયત

પાવરફૂલ પ્રોસેસર
બંન સ્માર્ટફોનના હાર્ડવેર લગભગ એક જેવા છે. Galaxy S7 અને Galaxy S7 Edgeમાં ક્વાકોમનું નવું પ્રોસેસ્ર સ્નૈપડ્રૈગન 920 અને કંપનીનું પોતાનું પ્રોસેસર Exynos 8890 યૂઝ કરવામાં આવ્યું છે. કંપની ભારતીય બજારમાં પહેલાંથી Exynos પ્રોસેસ્રવાળા સ્માર્ટફોનનું વેચાણ કરે છે જેનાથી સ્પષ્ટ છે કે ભારતમાં લોકો આ ફોનમાં ‘દુનિયાના સૌથી ફાસ્ટ પ્રોસેસર ક્વાલકોમ સ્નૈડ્રૈગન 820’ નહી મળે.

IP68 સર્ટિફિકેશન/ક્વાડ એચડી ડિસ્પ્લે
બંને સ્માર્ટફોન્સને IP68 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે એટલે કે આ 1.5 મીટર વોટર રેજિસ્ટેંટ છે. બંને સ્માર્ટફોનની સ્ક્રીન QuadHD સુપર એમોલેડ છે જેનું રિઝોલ્યુશન 1440X2560 પિક્સલ છે. આ ઉપરાંત તેની ડિસ્પ્લેમાં ઓલવેઝ ઓન ફંક્શન આપવામાં આવ્યું છે.

પહેલાં કરતાં વધુ ફાસ્ટ
લોન્ચ ઇવેંટ દરમિયાન કંપનીએ દાવો કર્યો હતો કે S7 જનરલ પ્રોસેસિંગમાં પાછળ ફ્લેગશિપ S6થી 30 ટકા વધુ પાવરફૂલ હશે. ગ્રાફિક્સ પ્રોસેસિંગમાં 60 ટકા વધુ પરફોમન્સ મળશે.

4GB રેમ અને હાઇબ્રિડ કાર્ડ સ્લોટ
બંને સ્માર્ટફોન્સમાં 32GB ઇન્ટરનલ મેમરીની સાથે 4GB રેમ આપવામાં આવી છે અને તેમાં હાઇબ્રિડ માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે. એટલે કે એક સિમના સ્લોટમાં એસડી કાર્ડ લગાવી દો તો પણ કામ કરશે. તમને જણાવી દઇએ કે કંપનીના જૂના ફ્લેગશિપમાં એસડી કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો નથી.

આ સ્માર્ટફોંસ એન્ડ્રોઇડના નવા વર્જન 6.0 માર્શમૈલો બેસ્ડ કંપનીના ખાસ યૂઆઇ TouchWiz પર કામ કરે છે અને 4G LTE સપોર્ટ કરે છે. Galaxy S7માં 3,000 mAhની બેટરી આપવામાં આવી છે જ્યારે S7 Edgeમાં 3,600 mAhની બેટરી મળશે.

You might also like