સેમસંગ કૌભાંડમાં દક્ષિણ કોરિયાનાં પ્રેસિડેન્ટ પદભ્રષ્ટ

સિયોલ: દ‌િક્ષણ કોરિયાની સંસદીય કોર્ટે ત્યાંની રાષ્ટ્રપતિ પાર્ક ગેન હુઇને હોદ્દા પરથી હટાવી દીધી છે. તેના પર સેમસંગ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને હટાવવાની ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. પાર્ક ગેન હુઇની તમામ સત્તાઓ ડિસેમ્બરમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. એ વખતે તેની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ ચાલી રહ્યો હતો. પાર્ક ગેન હુઇ દ‌િક્ષણ કોરિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતી.

કોલ્ડવોર દરમિયાન સરમુખત્યાર પાર્ક ચુંગ લીની તે પુત્રી છે. પાર્ક અગાઉ પણ વિવાદમાં ઘેરાઇ હતી. ઉત્તર કોરિયાની અણુુ તાકાતને નિયંત્રિત કરવા માટે તેણે અમેરિકાને સાથ આપ્યો હતો. ભ્રષ્ટાચારના આ કેસમાં સેમસંગના વાઈસ પ્રેસિડેન્ટ અને ઉત્તરાધિકારી હેડ લી જે યોંગને પહેલાંથી જ પદભ્રષ્ટ કરાઇ ચૂકયા છે.

હેડ લી જે યોંગ પર પાર્ક અને તેના ખાસ માણસોને લાંચ-રુશવત આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સેમસંગ ઇલેક્ટ્રોનિકસના વાઇસ પ્રેસિડેન્ટ હેડ લી જે યોંગે રાષ્ટ્રપતિ પાર્કની પર્સનલ સેક્રેટરીને ચાર કરોડ અમેરિકન ડોલરની લાંચ આપી હતી કે જેથી સરકારની નીતિઓ કંપનીની તરફેણમાં નક્કી કરવામાં આવે.
http://sambhaavnews.com/

You might also like